ઓમ નમ : શિવાય પ્રિયંકાના વેડિંગ ડ્રેસમાં લખેલા હતા ૮ સિક્રેટ શબ્દો

0
5

મુંબઈ,તા.૬
૧ ડિસેમ્બરના રોજ પ્રિયંકા ચોપરા અને નિક જાનસે ક્રિશ્ચિયન વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. હવે તેની તસવીરો સામે આવી છે. તેના બીજા દિવસે બન્નેએ હિન્દુ વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. આ બન્ને લગ્ન જાધપુરના ઉમેદ ભવનમાં થયા હતા.
ઇંગ્લિશ ન્યૂઝ વેબસાઇટનાં રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાના ક્રિશ્ચિયન ડ્રેસમાં કેટલાક રોચક શબ્દો લખેલા હતા. જેમાં ઓમ નમઃ સિવાય, તથા પ્રિયંકા અને નિકના માતા-પિતાનું નામ લખેલું હતું.
ક્રિશ્ચિયન વેડિંગમાં પ્રિયંકા જ્યારે વ્હાઇટ ફેયરીટેલ ડ્રેસમાં માતા મધુ ચોપરા સાથે સામે આવી તો બધાની નજર તેના પર જ ચોંટી ગઇ હતી. તેના ડ્રેસ અને જ્વેલરીની ખાસ ચર્ચા થઇ રહી છે. આ ડ્રેસમાં પ્રિયંકાએ તેની રોયલ ફ્રેન્ડ મેઘનની કોપી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રિયંકાના વેડિંગ ડ્રેસમાં ૮ સિક્રેટ શબ્દ લખ્યા હતા. આ સિવાય નિક જાનાસે પ્રિયંકા ચોપરાના ડ્રેસમાં એક ખાસ શબ્દ ઉમેર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપરાની ડ્રેસ ડિઝાઇનર રાલ્ફ લૌરેનએ ઇન્ટાગ્રામ પર એક પોસ્ટમાં કર્યો છે. રાલ્ફ લૌરેનની પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે પ્રિયંકાના વ્હાઇટ ડ્રેસમાં અનેક ઉર્દુ શબ્દ લખવામાં આવ્યા છે. જેમાં માઇ લવ(મારી જીંદગી) શબ્દ નિકે ખાસ ઉમેર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY