ભરૂચ ખાતે બામસેફનો સ્નેહમિલન સમારોહ યોજયો.

0
37

ભરૂચમાં પાચબત્તી મિલેનીયમ માર્કેટ પાછળ આવેલ સોરઠીયા સમાજની વાડી ખાતે બામસેફ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.

સમારંભમાં બામસેફના આગામી ૨૩,૨૪,૨૫ ડીસેમ્બર બરોડામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના અધિવેશનમાં યુવાનો, પુરુષો, મહિલાઓ,સમાજના આગેવાનો, કાર્યકર્તાઓને મોટી સંખ્યામા જોડાવવા મહાનુભાવો દ્વારા આહવાન કરાયું હતું.સ્નેહ મિલન કાર્યક્રમમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધયક્ષ બહેચર રાઠોડ, બામસેફ ના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર, પ્રમુખ, ભરૂચ બામસેફ યુનિટ વિનય સોલંકી, ઇન્સાફ સંગઠન ગુજરાતના પ્રમુખ જીવરાજ મકવાણા, ઇન્સાફ સંગઠન ભરૂચ જીલ્લા પ્રમુખ અશોક મકવાણા, બી.એમ.જી. ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગના રાષ્ટ્રીય સંયોજક જીવરાજ પરમાર, બીએમજીના ભરૂચ જીલ્લા પ્રમુખ ભાનુબેન જોગદીયા, વણકર સમાજના કાન્તુ પરમાર, આંબેડકર યુવા ઉત્થાન સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડા સહિત મોટી સંખ્યામા સમાજના આગેવાનો, કાર્યકરો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY