ભારતમાં અમીરોની સંપત્તિમાં ૮૭ ટકાનો બમ્પર વધારો થશે

0
4

આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટ અને વેલ્થ એક્સના રિપોર્ટમાં ખુલાસો
દેશના ૪૭૭૦ અમીર લોકોની સંપત્તિ તેમના વિદેશી સમકક્ષોથી પણ વધુ,અમીર ભારતીયો પાસે સરેરાશ સંપત્તિ ૮૬૫ કરોડ
ન્યુ દિલ્હી,તા.૧૨
દેશમાં અમીર લોકો સતત વધુ અમીર થતા થાય છે. એક રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારતમાં અમીરોની સંપત્તિમાં ૮૭% ટકા સાથે જારદાર વધારો થઇ જશે. આ અનુમાન આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેંટ અને વેલ્થ એક્સના એક રિસર્ચ બાદ લગાવવામાં આવ્યું છે. આ રિપોર્ટ અનુસાર દેશના ૪,૪૭૦ અમીર લોકોની સંપત્તિ તેમના વિદેશી સમકક્ષોની પણ વધુ છે. વધુ અમીર ભારતીયો પાસે સરેરાશ સંપત્તિ ૮૬૫ કરોડ રૂપિયા છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં એવા ૨,૮૪,૧૪૦ અમીર છે. તમને જણાવી દઇએ કે તેમની કુલ સંપત્તિ ૯૫ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૨૧ સુધી આ અમીરોની સંપત્તિ ૧૮૮ લાખ કરોડ રૂપિયા થવાની સંભાવના છે. તેમની સંખ્યામાં ૮૬ ટકા વધવાની આશા છે. સાથે જ એવા અમીરોની સંખ્યા દેશમાં વધીને ૫,૨૯,૯૪૦થી વધુ થઇ શકે છે.
આઇઆઇએફએલ વેલ્થ મેનેજમેંટના મુખ્ય કાર્યકારી અધિકારી કરણ ભગતે જણાવ્યું કે ગત પાંચ વર્ષમાં દેશમાં અમીરોની સંખ્યા ૪૦ ટકા વધી ગઇ છે. તમને જાણીને કદાચ આશ્વર્ય થશે કે આ કોઇપણ અન્ય દેશના મુકાબલે વધુ વધી છે. વિદેશમાં અમીરોની સંખ્યામાં ૩.૨ ટકાનો વધારો થયો છે, જ્યારે તેમની સંપત્તિમાં ૪.૨ ટકાનો વધારો થયો છે.
દુનિયાભરમાં અમીરોની જમાતમાં ભારતના ઘણા નવા અમીર સામેલ થયા છે. સમાચાર અનુસાર, આ મામલે ભારત ચોથા ક્રમે છે. તેમાં અમેરિકા ટોચ પર છે. જ્યારે જાપાન અને ચીન ત્યારબાદ આવે છે. એક ખાસ વાત એ છે કે વિદેશી અમીરના મુકાબલે ભારતીય અમીર ખૂબ ઓછી સંપત્તિ લિક્વલિ એસેટમાં રાખે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY