હિ.પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા,પારો શૂન્યથી નીચે
દહેરાદૂન,તા.૧૨
ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના કારણે કેદારનાથ ધામ બરફની ચાદરમાં લપેટાયુ છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. મસૂરી અમે ચમોલીમાં ભારે બરફ પડ્યો છે. રાદૂનમાં વહેલી સવારથી હિમવર્ષા શરૂ થઈ હતી. આ ઉપરાંત મસૂરીના નાગટિબ્બામાં પણ હિમપાત થયો છે. ત્યારે હિમાચલ પ્રદેશમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.
હિમવર્ષાના કારણે ૧૦૦ જેટલા બસના રૂટને અસર થઈ છે. રાજ્યના શિમલા-મનાલી, શિકારી દેવી અને નારકંડામાં હિમવર્ષાથી જનજીવનને અસર થઈ છે. ચંબાના ભરમોર અને સિરમોરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. હિમવર્ષની સૌથી મોટી અસર વાહન વ્યવ્હારને થઈ છે. કેટલાક વિસ્તારમાં અનેક વાહનો ફસાવવાના કારણ લોકોને બેથી પાંચ કિલોમીટર સુધી ચાલીને જવુ પડ્યુ હતું. હિમવર્ષાને ધ્યાનમાં રાખીને કુફરી, નારકંડા અને હિંદુસ્તાન તિબટ માર્ગને બંધ કરવામાં આવ્યો છે.
હિમવર્ષાના કારણે ૧૦૦ જેટલા બસના રૂટને અસર થઈ છે. રાજ્યના શિમલા-મનાલી, શિકારી દેવી અને નારકંડામાં હિમવર્ષાથી જનજીવનને અસર થઈ છે. ચંબાના ભરમોર અને સિરમોરમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. હિમવર્ષની સૌથી મોટી અસર વાહન વ્યવ્હારને થઈ છે. કેટલાક વિસ્તારમાં અનેક વાહનો ફસાવવાના કારણ લોકોને બેથી પાંચ કિલોમીટર સુધી ચાલીને જવુ પડ્યુ હતું. હિમવર્ષાને ધ્યાનમાં રાખીને કુફરી, નારકંડા અને હિંદુસ્તાન તિબટ માર્ગને બંધ કરવામાં આવ્યો છે. શિમલામાં પણ હિમવર્ષાના કારણ જનજીવન પર અસર પડી છે.
શિમલામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અટવાયા છે. શિમલાના દુર્ગમ વિસ્તાર હિમવર્ષાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. આ ઉપરાંત પહાડી વિસ્તારમાં પણ સંપર્ક કપાયો છે. હિમવર્ષાના કારણે સ્થાનિક વહીવટી તંત્રને પહેલાથી એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




