મુંબઇ,તા.૨
બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ દરેક જગ્યાએ છવાયેલી છે અને તેની પાછળનું કારણ છે તેની પર્સનલ લાઈફ. ગત દિવસોમાં નેહા કક્કડે તેના બોયફ્રેંડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારબાદ નેહા પોતાની લાઈફમાં ટૂટી પડી હતી અને સોશિયલ મીડિયા પર એક મેસેજ લખ્યો હતો.
નેહાએ લખ્યું કે, ‘મને ખબર નથી કે આ દુનિયામાં આટલા ખરાબ માણસો પણ હોય છે. મે મારું બધું અર્પણ કર્યું તેના બદલામાં મને જે મળ્યું તે હું જણાવી પણ નથી શકતી.
ગયા ગુરુવારે નેહાએ પોતાના YouTube ચેનલ પર એક વીડિયો શેર કર્યો. તે વીડિયોમાં ‘ઈસમેં તેરા ઘાટા, મેરા કુછ નહીં જાતા’ સોંગ ગાતી નજરે પડી છે. માનવામાં આવી રહ્યું છે કે સોંગમાં પોતાના એક્સ બોયફ્રેંડ માટે ગવાયું છે. આ સોંગ ગજેન્દ્ર વર્માનું આ ઓરિજનલ સોંગને રિમેક ફીમેલ વર્જન કર્યું છે.
આ સોંગ પર કમેંટ આપતા એક ફેંસે લખ્યું, ૭૫% આ સોંગ નેહાએ હિમાંશું માટે ડેડિકેટ કર્યું છે. તો બીજી તરફ એક યૂઝરે લખ્યું કે તમે જે રીતે સોંગ દ્વારા જવાબ આપ્યો છે તે મુહતોડ છે, તે સમજી ગયા હશે કે તેમણે શુ ગુમાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



