સરકારે પણ માન્યું કે, નોટબંધને લઇને નહોતું કરવામાં આવ્યું કોઇ રિસર્ચ!!

0
6

ન્યુ દિલ્હી,તા.૧૫
નોટબંધીને ૨ વર્ષ વિતવા છતા વિપક્ષ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. વિપક્ષનો આરોપ છે કે, કેન્દ્રની મોદી સરકારે નોટબંધીનો નિર્ણય લેતા પહેલાં તેની અસરો પર વિચાર વિમર્શ નહોતું કર્યું. સંસદના શિયાળું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં પુછવામાં આવેલા સવાલ પર આ વાતનો ખુલાસો થયો છે.
સંસદની કાર્યવાહી દરમિયાન એક સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું સરકારે નોટબંધીનો નિર્ણય કરતા પહેલાં તેની અસરોને લઇને કોઇ રિસર્ચ કર્યું હતું? જેનો જવાબ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પી. રાધાકૃષ્ણનને ‘ના’ કહ્યું હતું.
નોટબંધી બાદ રિઝર્વ બેંકે આંકડા રજૂ કર્યા હતા, જે મુજબ સક્રુલેશન ૯૯.૩% પૈસા બેંકોમાં પરત પહોંચી ગયા હતા. લોકસભામાં આ સંબંધિત સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં જે આંકડા રજૂ કરવામાં આવ્યા તે મુજબ રિઝર્વ બેંક દ્વારા ૨૦૧૭-૧૮માં પ્રકાશિત કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે નોટબંધી વખતે બજારમાં ૧૫,૪૧૭.૯૩ બિલિયન ૧૦૦૦ અને ૫૦૦ ની નોટ ચલણમાં હતી જેમાંથી ૧૫,૩૧૦.૭૩ બિલિયન પ્રતિબંધિત નોટ બેંકોમાં પરત જમા થઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY