ખાનગી એજન્સી દ્વારા કરેલ જમીનના રીસર્વેમાં નર્મદા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી,700 લોકોએ ફરી સર્વે કરવા વાંધા અરજી કરતા ખળભળાટ.
સરકાર અમને ગમે તે હિસાબે 31મી ડિસેમ્બર પેહલા વાંધા અરજીઓનો નિકાલ કરવા દબાણ કરી રહી છે,રીસર્વે કરી ગયેલ ખાનગી એજન્સીઓ વાંધા અરજીના નિકાલ માટે કેમ રોકાયા નહિ?.નર્મદા જિલ્લાના કર્મચારીઓનો સરકારને પ્રશ્ન
રાજપીપળા : ગુજરાત રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં એક ખાનગી એજન્સી દ્વારા જમીનોની માપણીનો રીસર્વે કરવામાં આવ્યું હતું.સમય જતાં એ રીસર્વેમાં 80% ક્ષતિઓ સામે આવતા નર્મદા જિલ્લામાં આ રીસર્વે ખોટો થયા હોવાથી 700 કરતા વધુ વાંધા અરજીઓ આવી છે.સાથે સાથે આ રીસર્વે માટે નર્મદા જિલ્લાના ખેડુતોમાં નારાજગી છવાઈ છે.તો આ વાંધા અરજીઓનો ગમે તે ભોગે 31મી ડિસેમ્બર પેહલા નિકાલ કરવા સરકાર દબાણ કરતી હોવાના આક્ષેપ સાથે નર્મદા જિલ્લાના જમીન-રેકોર્ડઝ વર્ગ-૩ અને 4 ના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
નર્મદા જિલ્લાના જમીન રેકોર્ડઝ વર્ગ-3 અને 4 ના કર્મચારીઓએ 17મી ડિસેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ નિભાવી હતી.આ મામલે નર્મદા જિલ્લાના જમીન રેકોર્ડઝ વર્ગ-3 અને 4 ના કર્મચારીઓનું જણાવવું છે કે ખાનગી એજન્સી ભૂલ કરે એને લીધે અમારે ભોગવવું પડે છે.આ વાંધા અરજીઓનો ગમે તે ભોગે 31મી ડિસેમ્બરે સરકાર નિકાલ કરવાનું જણાવી રહી છે જે શક્ય નથી,જો આ વાંધા અરજીઓનો નિકાલ કરતા રહીએ તો બીજા ઘણા કામો અટવાઈ જાય.ખાનગી એજન્સીએ જે ભૂલ કરી એ ભૂલ પણ ખાનગી એજન્સી જ સુધારે.ઉચ્ચ અધિકારીઓ,સરકાર અને આ ખાનગી એજન્સીઓએ મળીને રીસર્વેમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હશે એવું લાગે છે.અમારી માંગ છે કે આ રીસર્વે કેન્સલ કરો અથવા ફરીથી કરવો.ખાનગી એજન્સી વાળા ખાલી રીસર્વે કરીને જતા રહ્યા વાંધા અરજીનો નિકાલ પણ એમની જ જવાબદારીમાં આવે.આ રીસર્વેના રિપોર્ટ બાદ કેમ સરકારે તપાસ ન કરી કે રીસર્વે બરાબર છે કે નહીં.જો અમારી માંગણીઓ મુદે સરકાર યોગ્ય નહિ કરે તો આગામી આગામી 24 થી 29મી ડિસેમ્બર દરમીયામ અમારા માંથી 5 કર્મચારીઓ પ્રતિક ઉપવાસ કરશે,31મી ડિસેમ્બરે માસ સીએલ પણ ઉતરશે.અને 16મી જાન્યુઆરીથી જ્યાં સુધી અમારી માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




