મુંબઈ,તા.૨૪
શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફની ‘ઝીરો’નું બોક્સ ઓફિસ પરફોર્મન્સ ઘણું જ નબડું રહ્યું. ફિલ્મનાં પ્રમોશન અને ૪,૩૮૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવાનો પણ ફાયદો મળ્યો નહીં. બોક્સ ઓફિસ પર કમાણીનાં આંકડા જણાવે છે કે ફિલ્મ દર્શકોને પસંદ આવી નથી.
‘ઝીરો’એ પહેલાં દિવસે (૨૧ ડિસેમ્બર) ૨૦.૧૪ કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે શનિવારે ફિલ્મે ૧૮.૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે ફિલ્મે ૨૦.૭૧ કરોડની કમાણી કરી. આ સાથે જ ફિલ્મે ત્રણ દિવસમાં કૂલ ૫૯.૦૭ કરોડની કમાણી કરી છે. આનંદ એલ રાયનાં ડિરેક્શમાં બનેલી ‘ઝીરો’થી બોક્સ ઓફિસને ઘણી આશા હતી પણ ફિલ્મ તદ્દન ખરાબ રીતે પીટાઇ ગઇ અને લોકોની આશા પર પાણી ફરી વળ્યું. આ પહેલાં આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ને દર્શકોને નિરાશ કર્યા હતાં. શાહરૂખે આ ફિલ્મમાં એક ઠિંગણા વ્યકિતનું પાત્ર ભજવ્યું છે તેને આ ફિલ્મથી ખુબજ આશા હતી પણ તેની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



