વડાપ્રધાન રાફેલ મુદ્દે ચર્ચાથી કેમ ભાગે છે,મોદીએ જ અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવ્યો
ન્યુ દિલ્હી,તા.૨
લોકસભામાં રાફેલ મુદ્દા પર બોલી રહેલ રાહુલે પોતાની શરૂઆત ગૃહમાં નવા વર્ષની શુભેચ્છા પાઠવી કરી હતી. રાફેલ પર બોલતા રાહુલે કહ્યું કે મેં ગઇકાલે વડાપ્રધાનનો ઇન્ટરવ્યૂ જાયો જેમાં તેઓ કહી રહ્યા હતા કે રાફેલ પર તેમને કોઇ પ્રશ્ન પૂછાયો નથી. પરંતુ હું કહેવા માંગીશ કે આખો દેશ રાફેલને લઇ વડાપ્રધાનને પ્રશ્ન પૂછી રહ્યું છે. વિપક્ષના નેતા હોવાના નાતે હું જાતે તેમને પ્રશ્ન પૂછી રહ્યો છું.
તે સમયના રક્ષા મંત્રી મનોહર પર્રિકરે ખુદ કહ્યું હતું કે મને આ ડીલ અંગે કોઇ આઇડિયા નથી. મારો પ્રશ્ન છે કે શું વાયુસેના સાથે વાત કર્યા વગર રાફેલનો સોદો બદલાઇ ગયો? પીએમ મોદીએ ફ્રાન્સ જઇ ત્યાંના રાષ્ટ્રપતિ સાથે મળી તેમણે રાફેલ સોદો બદલી નાંખ્યો.
પરંતુ હજુસુધી એક પણ રાફેલ વિમાન કેમ આવ્યું નથી? રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે નરેન્દ્ર મોદીજી થાકેલા અને ગભરાયેલા છે. નરેન્દ્ર મોદીજી આંખો દેશ તમારી સામે આંગળી ઉઠાવી રહ્યો છે.
રાહુલ ગાંધીએ ડિફેન્સ મિનિસ્ટરનો ઉલ્લેખ કરતાં ફરીથી અનિલ અંબાણીનું નામ લીધું અને કહ્યું કે વડાપ્રધાને પોતાના મિત્રના ખિસ્સામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા નાંખ્યા. રાહુલે કહ્યું કે અમને લાગતું કે દાળમાં કંઇક કાળું છે પરંતુ અહીં તો આખી દાળ જ કાળી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



