ચારેક મહિનાથી ચોકઅપ ભૂગર્ભ ગટરની ફરિયાદ પાલિકા પ્રમુખને મળતા ચીફ ઓફિસરને જાણ કરી અને તાત્કાલિ સ્થળ પર બેસી ચીફ ઓફિસરે કર્મચારીઓને ધંધે લગાવ્યા
વર્ષોથી આળસુ બનેલા અમુક કર્મચારીઓી ઊંઘ હરામ કરતા નવા ચીફ ઓફિસર અમિત પંડ્યા જાતે સ્થળ પર ધ્યાન આપતા લોકોમા હાશકારો
રાજપીપળા : રાજપીપળાના વાઘરીવાડ વિસ્તારમાં ચારેક મહિનાથી ચોકઅપ ભૂગર્ભ ગટર બાબતે સ્થાનિકોએ અવાર નવાર ફિયાદો કરવા છતાં કામચલાઉ સમસ્યાનું નિરાકરણ આવતું હોય બાદ બે ચાર દિવસમાં તકલીફ ત્યાંની ત્યાંજ જણાતા કંટાળેલા સ્થાનિકોએ જોયું કે હાલ આવેલા ચીફ ઓફિસર ખુબ કડક છે તેનું ઉદાહરણ પણ બે દિવસ પેહલા શૌચાલયની તકલીફમાં જોવા મળ્યુ હોય સાથે સાથે સ્થાનિકોએ પાલિકા પ્રમુખ જિગીષાબેન ભટ્ટનું પણ આ માટે ધ્યાન દોરતા પ્રમુખની સૂચના બાદ વાઘરીવાડ ખાતે અમિત પંડ્યાએ વિઝિટ કરતા ઘણી તકલીફ દેખાઈ જેથી તાત્કાલિક ટિમ અને જેસીબી સહિતની મશીનરી ત્યાં મંગાવી ચીફ ઓફિસર આખો દિવસ ટિમ સાથે સ્થળ પર હાજર રહ્યા અને યુદ્ધના ધોરણે મહિનાઓથી ચોકઅપ ગટરની કાયમી ઉકેલ આવે તેવી કામગીરી શરુ કરાવી હતી જેના કારણે સ્થાનિકો પણ ખુશ જોવા મળ્યા જયારે બીજી તરફ કેટલાક આળસુ કર્મચારીઓની ઊંઘ પણ ઉડી હતી ત્યારે શૌચાલયની ફરિયાદ પણ ત્રણેક મહિના અગાઉ થયેલી પરંતુ અમુક લાપરવાહ કર્મચારીઓના કારણે શહેરમાં રોગચાળો ફાટે તેવી આ બંને બાબતને ચીફ ઓફિસરે ગઁભીરતાથી લેતા આખરે તેનો ઉકેલ આવ્યો જેમાં ત્વરિત અને સફળ કામગીરીથી સ્થાનિકોએ રાહત અનુભવી હતી.
બોક્ષ : મારે કોઈ ક્રેડિટ નથી લેવી પરંતુ શહેરમાં સ્વચ્છતા બાબતે હું કોઈ આળસ નહીં ચલાવી લઉં : અમિત પંડ્યા
ચીફ ઓફિસર અમિતભાઇ પંડ્યાએ જણાવ્યું કે મારે કોઈ કામની ક્રેડિટ નથી જોઈતી પરંતુ શહેરમાં સ્વચ્છતા હશે તો રોગચાળો નહિ ફાટે જેથી લોકોના સ્વાસ્થ્ય બાબતે આ કામગીરી ને મેં ગઁભીરતાથી લઈ તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા સ્ટાફ સાથે હાજરી આપી અને જ્યાં સુધી મને સંતોષ નહીં મળે ત્યાં સુધી હું આજ રીતે કામગીરી કરાવીશ કામમાં આળસ કરતા કર્મચારીઓને ભલે હું તીખો લાગતો હોવ પણ એ જરૂરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






