ટ્રેનમાં ખાણીપીણીના સામાન પર હવે ઓવરચાર્જ લેવામાં આવશે નહી

0
7

લાંબા અંતરની ટ્રેનોમાં હવે નવા કાચ જોડાશે
ન્યુ દિલ્હી,તા.૫
લાંબા અંતરની તમામ ટ્રેનાનાં પરંપરાગત કાચને સ્થાને અત્યાધુનિક કાચ જાડવાનો સરકારે નિર્ણય લીધો છે, એમ રેલવે પ્રધાન પીયૂષ ગોયલે લોકસભામાં કહ્યું હતું. લાંબા અંતરની વધુ ટ્રેનો કરવાની કરવામાં આવેલી તમામ જાહેરાતનો સરકાર અમલ કરશે એવી બાંયધરી તેમણે લોકસભાને આપી હતી.
અઠવાડિયા અગાઉ ગુવાહાટી ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાંબા અંતરની તમામ ટ્રેનાનાં પરંપરાગત કાચને સ્થાને અત્યાધુનિક કાચ બેસાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, એમ શૂન્યકાળ દરમિયાન પૂરક પ્રશ્ર્‌નનો ઉત્તર આપતા ગોયલે કહ્યું હતું.
જાકે, આ સુધારો તબક્કાવાર કરવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હાલ નાર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલવેમાં એવી ૧૮ ટ્રેન દોડી રહી છે જેમાં પરંપરાગત કાચનું સ્થાન અત્યાધુનિક કાચે લીધું છે, એમ તેમણે રાજ્યસભામાં આપેલા લેકિત ઉત્તરમાં જણાવ્યું હતું.
૩૧ માર્ચથી ટ્રેનોમાં યાત્રીઓને ખાણીપીણીનો સામાન ખરીદતી વખતે ઓવરચા‹જગમાંથી મુક્તિ મળશે. રેલમંત્રી પીયૂષ ગોયલે નિર્દેશ આપ્યા છે કે ૩૧ માર્ચ સુધી તમામ ટ્રેનોમાં પીઓએસ મશીન ઉપલબ્ધ કરાવવામાં આવશે કે જેનાથી યાત્રીઓ જ્યારે કોઈ ખાણીપીણીનો સામાન ખરીદશે તો તે મશીનમાંથી તેઓને બિલ મળશે. આ મશીનમાં તમામ સામાન માટે રેલવે તરફથી નક્કી કરવામાં આવેલી કિંમત જ ફીડ કરવામાં આવશે. આ રીતે કર્મચારીઓ ઈચ્છા હોવા છતાં પણ ઓવરચા‹જગ નહી કરી શકે. આ સિવાય રેલવેએ તે પણ નક્કી કર્યું છે કે ૧૫ ફેબ્રુઆરી સુધી ૧૦૦ સ્ટેશનો પર ૩ડી મ્યુઝિયમ તૈયાર કરવામાં આવશે અને ૬૮ સ્ટેશનોના રિડેવલપમેન્ટનું પણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY