મુંબઈ,તા.૫
રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘રોકસ્ટાર’માં કામ કરીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહેલી નરગિસ ફખરીની કરિયર ખાસ નથી રહી પણ તેની લવલાઇફ હંમેશા ચર્ચામાં રહી છે. નરગિસે લાંબા સમય સુધી ‘ધૂમ’ સ્ટાર ઉદય ચોપડાને ડેટ કર્યો હતો અને બંનેએ એક તબક્કે લગ્નનો પણ નિર્ણય લઈ લીધો હતો. જાકે કોઈ અકળ કારણોસર આ બંનેના રસ્તા અલગ થઈ ગયા હતા.
આ પછી સમાચાર હતા કે નરગિસ હવે હોલિવૂડના મ્યુઝિક કમ્પોઝર અને ડિરેક્ટર મૈટ અલાંજાને ડેટ કરી રહી છે. જાકે નરગિસે કિયારેય પોતાના આ સંબંધનો મીડિયામાં ખુલાસો નથી કર્યો. જાકે નરગિસ અને મૈટ નિયમિત રીતે એકબીજાની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરતા હતા. જાકે ચોંકાવનારી વાત તો એ છે કે આ બંનેએ ઇન્સ્ટાગ્રામ પરથી એકબીજાની તસવીર ડિલીટ કરી દીધી છે જેના કારણે ચર્ચા ચાલી છે કે આ બંનેના પ્રેમપ્રકરણનો અંત આવી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે નરગિસ ૨૦૧૭થી લોસ એન્જલસમાં મૈટ સાથે લિવઇનમાં રહેતી હતી. આ બંનેએ કાંડા પર એકબીજાના નામનું ટેટુ બનાવડાવ્યું હતું જે સાબિત કરતું હતું કે તેમની વચ્ચે ગાઢ પ્રેમ છે. જાકે હવે આ પ્રેમપ્રકરણનો અંત આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




