અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા અંગેની અરજીની અદાલતમાં સુનાવણી

0
4

સરકારી વકીલે કોર્ટ સમક્ષ વિવિધ દલીલો રજૂ કરી
સુરત, તા. ૧૧
અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદમાં સંકળાયેલા અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટે ડીસીબી દ્વારા કરવામાં આવેલી પરચૂરણ અરજીની સુનાવણી આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી. કયા કારણોસર અલ્પેશના જામીન અરજ કરવા જોઈએ તે અંગેની દલીલો ડીજીપી નયન સુખડવાળા કરી રહ્ના છે. જ્યારે તેમની દલીલોના જવાબ એડવોકેટ યશવંતસિંહાવાળા આગામી સુનાવણીમાં આપશે.
આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલે મોટા વરાછા ખાતે જઈને પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો હાર્દિક પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. ડીસીપી મકરંદ ચૌહાણે જે તે વખતે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાર્દિક, ચિરાગ, વિપુલ અને અલ્પેશની ધરપકડ કરી હતી. જામીન મુકત કરાયા બાદ અલ્પેશ કથીરિયાએ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ભંગ કરી હતી. ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવા માટેની એક પરચૂરણ અરજી કોર્ટ સમક્ષ કરી હતી. ગત રોજથી શરૂ કરવામાં આવેલી દલીલો સરકારના વકીલ અને ડીજીપી સુખડવાળાએ બીજા દિવસે પણ યથાવત રાખી હતી. તેમની દલીલો પૂરી થયા બાદ બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળા દલીલોના જવાબ આપશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY