ન્યુ દિલ્હી,તા.૧૬
વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી બેટ્સમેન ડૈરેન બ્રાવોની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. બ્રાવોની આગામી સપ્તાહે ઈંગ્લેન્ડ સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં પસંદગી થઈ છે. વિવાદને કારણે તે છેલ્લા બે વર્ષથી ટીમમાંથી બહાર હતો. તેની સાથે ફાસ્ટ બોલર અલ્જારી જાસેફે પણ વાપસી કરી છે. જાન કૈમ્પબેલ અને શામર બ્રૂક્સને પ્રથમવાર ટીમમાં સ્થાન મળ્યું છે.
બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ માટે પોતાની અંતિમ ટેસ્ટ નવેમ્બર ૨૦૧૬માં રમી હતી. પરંતુ ગત વર્ષે વેસ્ટઈન્ડિઝને તેને વનડે ટીમમાં સામેલ કર્યો હતો. તેણે પોતાના ટ્વીટર હેન્ડલથી વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ડેવ કૈમરન માટે વિવાદિત ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
૨૯ વર્ષના ડૈરેન બ્રાવોનું ટેસ્ટ કરિયર શાનદાર રહ્યુ છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે અત્યાર સુધી ૪૯ ટેસ્ટ રમી, જેની ૮૯ ઈનિંગમાં તેણે ૪૦ની એવરેજથી ૩૪૦૦ રન બનાવ્યા છે. ૮ સદી અને ૧૬ અડધી સદી તેના નામે છે. તેનો સર્વોચ્ચ સ્કોર ૨૧૮ રન છે.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રકારે છેઃ જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રૈગ બ્રૈથવેટ, ડૈરેન બ્રાવો, શમર બ્રૂક્સ, જાન કૈમ્પબેલ, રોસ્ટન ચેસ, શેન ડાઉરિચ, શૈનન ગૈબ્રિયલ, શિમરોન હેટમાયર, શાઈ હોપ, અલ્જારી જાસેફ, કીમાર રોચ, જામેલ વાર્રિકોન, શોઅન થોમસ .
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



