સુરત,તા.૧૬
હજીરા ખાતે આવેલી એલ એન્ડ ટી કંપનીમાં તૈયાર થયેલી દ્ભ-૯ વજ્ર ટેન્કને આગામી ૧૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રને લોકાર્પિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસના છેલ્લા દિવસે તેઓ ટેન્કના પ્લાન્ટની મુલાકાત લઈને ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરશે. જેથી ભારતીય સેનાની તાકાતમાં પણ વધારો થશે. એલ એન્ડ ટી દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમમાં રક્ષામંત્રી નિર્મલા સીતારાન પણ હાજરે રહે તેવી શક્યતાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હજીરામાં ભારતીય સેના માટે તૈયાર કરવામાં આવેલી ટેન્ક અગાઉ ભારતીય સેનાને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી હતી. જેમાં આર્મીએ જે સુધારા સુચવ્યા તે પ્રમાણે ફેરફાર સાથેની ટેન્કો તૈયાર કરવામાં આવી છે. હજીરામાં આવેલી કંપનીને આર્મી તરફથી કુલ ૧૦૦ ટેન્ક બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જે પ્રાઈવેટ સેક્ટરમાં મળેલો કદાચ સૌથી મોટો ઓર્ડર છે.
L&T (ઈન્ડિયા)એ મેક-ઇન ઈન્ડિયા હેઠળ હન્વા ટેક વિન (દક્ષિણ કોરિયા) સાથે કરાર કર્યો છે. જે અનુસાર સુરત હજીરા ખાતે L&T પ્લાન્ટમાં K-9 થંડર ‘વજ્રા’ આર્ટિલરી સિસ્ટમ્સની ૧૦૦ ટેન્કનું ઉત્પાદન કરવામાં આવશે. L&T ૧૫૫ મીમી / ૫૨ કેલિબર ટ્રેકવાળી સ્વ-સંચાલિત બંદૂક સિસ્ટમ્સને ૪૨ મહિનાની અંદર ભારતીય સેનાને સુપરત કરશે.K-9 – ‘વજ્ર’ એક સ્વયં-સંચાલિત આર્ટિલરી સિસ્ટમ છે, જે ૪૦ કિલોમીટરથી ૫૨ કિ.મી સુધીની (વિસ્તૃત મોડ) મારક ક્ષમતા ધરાવે છે. ઓપરેશનલ રેન્જ ૧૦૦ કિ.મી છે. K-9 પાસે તેના શેલ્સને MRSI મોડમાં આગવી મારક ક્ષમતા ધરાવે છે. (મલ્ટીપલ રાઉન્ડ્સ યુમેલ્ટિને્શનલ ઇમ્પેક્ટ). MRVI મોડમાં, કે-૯ ૧૫ સેકંડની અંદર ત્રણ શેલ છોડી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



