બેકારીનુ વિકરાળ સ્વરુપઃ નોકરી ન મળતાં ચાર યુવાનોએ ટ્રેન નીચે પડતુ મૂક્યુ

0
38

ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત,૧ યુવક સારવાર હેઠળ
અલવર,તા.૨૨
રાજસ્થાનમાં બેકારીનો ભયાનક ચહેરો સામે આવ્યો છે. રાજસ્થાનમાં નોકરી નહીં મળવાને કારણે હતાશ થઈને ચાર યુવકોએ ટ્રેન નીચે છલાંગ લગાવીને પોતાના જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચારમાંથી ત્રણ યુવકોએ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઘટનાસ્થળ પર હાજર રહેલ સાક્ષીઓએ જણાવ્યું કે, જા નોકરી જ નહીં મળે તો જીવીને પણ શું કરવાનું?
રાજસ્થાનના અલવર શહેરમાં બુધવારના રોજ છ મિત્રોએ ભેગા મળીને નોકરી નહીં મળવાની વાતથી કંટાળી જઈને આત્મહત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ તેમાંથી ચાર મિત્રો એફસીઆઈ ગોડાઉન પાસે ટ્રેન સામે કૂદી ગયા હતા. જેમાં ત્રણ યુવકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય બે મિત્રોએ અંતિમ સમયમાં આત્મહત્યા કરવાનો નિર્ણય બદલી દીધો હતો જેના કારણે તેઓનો જીવ બચી ગયો હતો.
તેમણે જણાવ્યું કે આત્મહત્યા કર્યા પહેલા બધા મિત્રોનું કહેવું એક જ હતું કે નોકરી તો આપણને મળવાની નથી, તેના કારણે જીંદગી પસાર કરવી ખૂબ અઘરી થઈ જશે. હવે આવી પૈસાની તંગીમાં રોજ રોજ મરવું એના કરતા એક જ વારમાં મરી જવું શું ખોટું…? પોલીસ આ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે. આત્મહત્યા કરનારા યુવકોમાંથી એક સત્યનારાયણ મીણાએ આત્મહત્યાની થોડી વાર પહેલા જ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર હત્યાનો વીડિયો – ‘માહી ધી કિલર’ અપલોડ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY