સંસદના અંતિમ બજેટ સત્રમાં ઓબીસી કમિશનનો અહેવાલ રજૂ કરે તેવી શક્યતા
ન્યુ દિલ્હી,તા.૧૮
આર્થિક આધારે ૧૦ ટકા અનામત આપનાર મોદી સરકાર હવે ઓબીસી અનામતમાં ફેરફાર કરી શકે છે. સરકાર લોકસભા ચૂંટણી પહેલા સંસદના અંતિમ બજેટ સત્ર દરમિયાન ઓબીસી કમિશનનો અહેવાલ રજૂ કરી શકે છે.આ માટે તમામ મંત્રાલયોને તેમાં કામ કરનારા ઓબીસી કર્મચારીઓની સંખ્યાની જાણકારી મોકલવા માટે જણાવાયુ છે.આ રિપોર્ટના આધારે સરકાર ઓબીસી પ્રતિનિધિત્વમાં બદલાવ કરી શકે છે.જેનાથી નાના નાની જાતિઓને પણ ઓબીસી અનામતમાં પુરતુ પ્રતિનિધિત્વ મળે.
ઉલ્લેખનીય છે કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા ઓબીસી અનામત વધારીને ૫૪ ટકા કરવાની માંગણી થઈ રહી છે ત્યારે સરકાર તેને કાઉન્ટર કરવા માટે ઓબીસી રિપોર્ટ રજૂ કરવા માંગે છે.
આ વખતે બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી ચાલવાનુ છે.જેમાં આ રિપોર્ટ મુકાઈ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




