પ્રસૂતિ માટે ભરતી થયેલી મહિલાની ડૉક્ટરે કિડની જ કાઢી લીધી…!!

0
7

પટના,તા.૧૮
પ્રસુતિ માટે હોસ્પિટલમાં ભરતી થયેલી મહિલાની ડોક્ટરે કિડની જ કાઢી લીધી હોવાની ચોંકાવનારી ઘટના બિહારમાં બની છે.
બિહારના સુપોલ જિલ્લામાં આશા દેવી નામની મહિલાએ અને તેના પરિવારજનોએ કલેક્ટરથી માંડીને પોલીસ તંત્ર સુધી ફરિયાદ કરી છે.જેમાં મહિલાએ કહ્યું છે કે હું સદર બજારની હોસ્પિટલમાં પ્રસુતિ માટે ભરતી થઈ હતી.૨૭ જુલાઈ, ૨૦૧૭ના દિવસે મારુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.પ્રસુતિ પછીના કેટલાક દિવસો બાદ અચાનક મને પેટમાં દુખાવો થયો હતો.
જ્યારે આશાદેવીએ સ્થાનિક ડોક્ટરને બતાવ્યુ ત્યારે ડોકટરે દુખાવાનુ કારણ જાણવા અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માટે સલાહ આપી હતી.એ પછી રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે આશા દેવીની એક કિડની જ ગાયબ છે.
પરિવારજનોનુ કહેવુ છે કે પ્રસુતિ પહેલા જ્યારે અલ્ટ્રાસાઉન્ડ કરાયુ હતુ ત્યારે બંનેકિડની સલામત હતી.હવે એક જ કિડની હોવાનુ સામે આવ્યુ છે.પરિવારજનોનો આરોપ છે કે પ્રસુતિ કરાવનાર ડો.શિલા રાણે કિડની કાઢી લેવાના ગોરખધંધામાં સામેલ છે.
આક્ષેપોની ગંભીરતા જોતા તંત્રે આ મામલાની તપાસ શરુ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY