સાધુઓ માટે દેવદૂત બનીને આવ્યા સેનાના જવાનો

0
11
ટોળુ સાધુઓને બાળક ઉઠાવનાર હોવાનુ સમજીને મારી નાંખવાની તૈયારીમાં હતુ

બાળકોને ઉઠાવી જનાર ગેંગના ફેલાઈ રહેલા ફેક મેસેજના કારણે લોકો હજી પણ ભડકી રહ્યા છે. આસામમાં ડીમા હસાઓ વિસ્તારમાં ત્રણ સાધુઓને ભીડે બાળક ઉઠાવનાર સમજીને ઘેરી લીધા.આ સાધુઓના સદનસીબે ભારતીય સેનાના જવાનો સ્થળ પર આવી ગયા હતા અને તેમણે ટોળાના પંજામાંથી સાધુઓને છોડાવ્યા હતા.જો આ જવાનો ના પહોંચ્યા હોત તો કદાચ કઈં પણ થઈ શક્યો હોત. પૂછપરછ બાદ ખબર પડી હતી કે આ ત્રણ વ્યક્તિઓમાંથી બે યુપી અને એક ગુજજરાતમાંથી છે.તેઓ આસામમાં યોજનારા મેળામાં ભાગ લેવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પાડોશી રાજ્ય ત્રિપુરામાં આવા જ એક મેસેજના કારણે ચાર લોકોના જીવ ગયા છે.જેમાં એક સુકાંત ચક્રવર્તી નામના વ્યક્તિને તો પોલીસે ફેક ન્યુઝ સામે જાગૃતિ ફેલાવવાના અભિયાનમાં સામેલ કર્યો હતો. દેશના અલગ અલગ વિસ્તારોમાં ફરતા થયેલા વિડિયોના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.બાળક ઉઠાવી જનારી ગેંગના નામે એ મહિનામાં 30 કરતા વધુ લોકોએ ભીડના હાથે પોતાના જીવ ગુમાવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY