સરકાર રાજ્યની સંસ્કૃતિના સંરક્ષણ અને જનહિત માટે સરકાર કટિબધ્ધ : રાજ્યના પ્રધાન
મુંબઇ,તા.૧૯
મહારાષ્ટ્રમાં ડાન્સબાર ફરી શરૂ કરવાનો માર્ગ મોકળો કરતા સુપ્રીમ કોર્ટના ગુરુવારના ચુકાદા બાદ ભાજપના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ડાન્સબારને ફરી શરૂ થતા અટકાવવા માટે વટહુકમ બહાર પાડવાનો વિચાર કરી રહી છે. ડાન્સબાર પર નિયમન હોવું જાઇએ, નહીં કે સંપૂર્ણ પ્રતિબંધ, એમ જણાવતા સુપ્રીમ કોર્ટે ગુરુવારે ડાન્સબાર શરૂ કરવા માટે લાઇસન્સ ન આપવા પર મૂકેલા પ્રતિબંધ સંબંધિત ૨૦૧૬ના કાયદાની અમુક જાગવાઇએ રદ કરી હતી.
રાજ્યની સંસ્કૃતિ જાળવી રાખવા માટે ડાન્સબારને શરૂ થતા અટકાવવા માટે સરકાર વટહુકમ બહાર પાડવા અંગે વિચારી રહી છે, એમ આયોજન અને નાણાં પ્રધાન સુધીર મુનગંટીવારે શુક્રવારે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર સર્વોચ્ચ અદાલતના ચુકાદાને માન આપે છે, પરંતુ તેની સાથે રાજ્યમાં ડાન્સબાર ફરી ચાલુ થવા નહીં દેવાય એવું વલણ પણ ધરાવે છે. આગામી અઠવાડિયે કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
‘લોકોના હિત માટે અને રાજ્યની સંસ્કૃતિના સંરક્ષણ માટે ડાન્સબારને શરૂ થતા અટકાવવા માટે અમે વટહુકમ બહાર પાડતા પણ અચકાશું નહીં’, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કોર્ટનો લેખિત આદેશ મળ્યા બાદ અમારા વકીલો તેનો અભ્યાસ કરશે તથા તેમની દરખાસ્તોને આધારે કાયદામાં ફેરફાર કરી તેને વધુ કડક બનાવીને આગામી બે અઠવાડિયામાં વટહુકમ બહાર પાડવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




