નજીકના સીસીટીવી ફુટેજમાં ત્રણ ચોર યુવાનો પાર્શલ લઈ જતા નજરે પડતા પોલીસે શોધખોળ શરૂ કરી
રાજપીપળા : રાજપીપળા શહેરના દોલત બજાર વિસ્તારમાં આવેલી ન્યૂ શીતલ ક્લોથ સ્ટોર નામની દુકાનના મલિક યુસુભાઈ કુરેશીએ સુરત અને અમદાવાદ થી મંગાવેલા દુકાનના માલને દુકાનમાં ઘરાકી હોય બહાર ઓટલા પરના પાટ પર મુક્યા બાદ ઘરાક જતા પાર્શલ ખોલવા માટે જતા સુરતથી આવેલું સાડીનું પાર્શલ ગાયબ જણાતા આસપાસ તપાસ કરી છતાં એક બંડલ ન હતું જેથી દુકાનદાર યુસુફભાઈ કુરેશીએ નજીકમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરા જોતા સ્પષ્ટ જણાયું કે કોઈ અજાણ્યા ત્રણ યુવાનો અન્ય મહિલા પણ હતી અને એક યુવાનના ખભે સાડીનું પાર્શલ ચડાવ્યા બાદ એ બધા ત્યાંથી ફરાર થઈ ગયા હતા જેથી યુસુફભાઇને અંદાજ આવ્યો કે રૂપિયા 40,971/- ના સાડીના પાર્શલની ચોરી થઈ હોય તેમને રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ અજાણ્યા યુવાનો વિરુદ્ધ 40,971/- રૂપિયાની સાડીના બંડલની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




