ભારતનાં પૂર્વ ક્રિકેટર જેકબ માર્ટિનની સ્થિતી ગંભીર, પરિવારે માંગી મદદ

0
10

ન્યુ દિલ્હી,તા.૨૧
દુર્ઘટનાને કારણે મુશ્કેલ સ્થિતીનો સામનો કરી રહેલ ભારતીય ટીમના પૂર્વ ખેલાડી જેકબ માર્ટિનનાં પરિવારે તેની સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ કરી છે. માર્ટિનની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેને ગત વર્ષે ડિસેમ્બરમાં અકસ્માત થયો હતો જેનાં કારણે તેને ફેફસા અને લીવરમાં ઇજા થઇ હતી. બીસીસીઆઇ દ્વારા તેની સારવાર માટે પહેલા જ ૫ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરા ક્રિકેટ સંઘ દ્વારા પણ ત્રણ લાખ રૂપિયાની મદદ કરવામાં આવી છે. બીસીસીઆઇ અને બીસીએનાં પૂર્વ સચિવ માર્ટીનનાં પરિવારની મદદ કરી રહ્યા છે.
સમાચારો અનુસાર જેકબની પત્નીએ બીસીસીઆઇનાં સીઇઓ રાહુલ જાહરીને પત્ર લખીને કહ્યું હતું કે, કાલથે તેમણે મિ. માર્ટિનને દવા આપવાનું બંધ કરી દીધું છે. તે વેંટિલેટર પર છે. હું તમને અપીલ કરુ છું કે અમારી ઝડપથી મદદ કરો, જેથી હું તેમનો જીવ બચાવી શકું. ઇમરજન્સીનાં કારણે હું અપીલ કરૂ છું કે તમે સ્ટ‹લગ હોસ્પિટલનાં બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY