માલી,તા.૨૧
આફ્રિકાના આઠમાં સૌથી મોટા દેશ માલીના ઉત્તરીય વિસ્તારમાં અલ કાયદા સાથે જાડાયેલા કેટલાક આતંકીઓએ સંયુક્ત રાષ્ટ્રના સૈનિકો પર હુમલો કર્યો હતો. અલ્જીરીયાની સરહદ પાસે થયેલા આ હુમલામાં ૧૦ શાંતિ સૈનિકોના મોત થયા હતા, જ્યારે ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
માલીના સ્થાનિક લોકોએ આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, હુમલાખોરો કાર અને બાઇક પર સવાર થઇને સંયુક્ત રાષ્ટ્ર કેમ્પની પાસે પહોંચ્યા હતા. જોકે હુમલાખોરોની સંખ્યા અંગે હજુ કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી. આ સિવાય સ્થાનિક એજન્સીઓ દ્વારા દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, શાંતિ સૈનિકોએ જવાબી કાર્યવાહી દરમિયાન કેટલાક હુમલાખોરેને પણ ઠાર કર્યા હતા.
આ હુમલા બાદ માલીમાં કેનાડાના દૂતાવાસે ઘટનાની નિંદા કરતા મૃતકોના પરિવારો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી હતી. ત્યાં બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવે પણ હુમલા અંગે નિંદા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૨થી આતંકવાદીઓના ત્રાસથી ઝઝૂમી રહેલ માલી આફ્રીકાનો આઠમો સૌથી મોટો દેશ છે. વર્ષ ૨૦૧૨થી અહીં ઇસ્લામિક આતંકીઓનું વર્ચસ્વ વધતા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ મિશનની શરૂઆત થઇ હતી. હાલ આ મિશન અંતર્ગત અહીં ૧૨ હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





