સુરત,તા.૨૧
હવાલા કૌભાંડનાં આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઇરલ થયો છે. સુરતનાં અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચા છે. જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂ઼ડ સ્ટાર આદિત્ય પંચોલી પણ જાવા મળી રહ્યો છે. ગરીબ દર્દીનાં પરિવાર સાથે વીડિયોમાં ફોટોસેશન કરાવતા નજરે પડે છે.
અત્રે જણાવવાનું કે ઈડીના દરોડામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સુરત નિવાસી કથિત વેપારી અફરોઝ ફટ્ટાનું નામ હવાલા કૌભાંડમાં ખુબ ચગ્યું હતું. ઈડીએ લગભગ ૭૦૦ કરોડના ગેરકાયદેસર હવાલાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ હવાલા કૌભાંડમાં ૪૦૦૦ કરોડ પર પહોંચે તેવું લાગતું હતું પરંતુ ત્યારબાદ તે ૧૦,૦૦૦ કરોડે પહોંચ્યું હતું. ઈડીએ અફરોઝની સામે કેસ દાખલ કરીને જેલ ભેગો કર્યો હતો.
હવે આ નવા વીડિયોથી પાછો વિવાદ ઊભો થયો છે. હવાલા કાંડનો આરોપી અફરોઝ ફટ્ટા બોલિવૂડ સ્ટાર આદિત્ય પંચોલી સાથે જાવા મળી રહ્યો છે. વીડિયો સુરતના અડાજણ પાટિયાની ખાનગી હોસ્પિટલનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



