મુંબઈ,તા.૨૮
નવી પેઢીના ચોકલેટી સ્ટાર્સ માટે પોતાનો કંઠ ઊછીનો આપી ચૂકેલો અને એક કરતાં વધુ કારણોથી વિવાદોના કેન્દ્રમાં રહેલો પાર્શ્વગાયક સોનુ નિગમ પહેલીવાર ટોચના ગઝલ ગાયકો સાથે ટકરાવાની શક્યતા સર્જાઇ રહી હોવાની માહિતી મલી હતી.
ફિલ્મ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા મોખરાના ગાયકો દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુઝિક શોની તૈયારી કરી રહ્યા હતા. આ વર્ષનો શો આઠમી આવૃત્તિ હશે.
ગઝલ ગાયક તરીકે આંતરરાષ્ટ્રીય નામના મેળવી ચૂકેલા હરિહરન, પંકજ ઉધાસ, અનુપ જલોટા, જગજિત સિંઘ અને તલત અઝીઝની ગાયેલી ગઝલો સોનુ પોતાની સ્ટાઇલમાં એમટીવી અનપ્લગ્ડ પર રજૂ કરવાનો છે.
આ વિશે બોલતાં સોનુએ કહ્યું કે આજની પેઢીના ટીનેજર્સને ડોલતા કરી દે એેવી કેટલીક ગઝલો મેં પસંદ કરી છે. આ શોમાં હું મારા સોલો આલ્બમ અય જિંદગીની રચના પણ રજૂ કરીશ. આ મ્યુઝિક શોનો હેતુ આજની પેઢીનાં ટીનેજર્સને સંગીત તરફ અને ખાસ તો ભારતીય સંગીત તરફ આકર્ષવાનો છે. ઔએણે કહ્યું કે આજે તો નવી પ્રતિભાઓને તરત તક મળે છે. હું ફિલ્મ ઉદ્યોગમાં આવ્યો ત્યારે આટલી બધી તકો મળતી નહોતી. આજે તો સાવ નવી પ્રતિભા પણ ધારે તો પોતાનું સ્વતંત્ર આલ્બમ રજૂ કરી શકે છે. આ નવી પ્રતિભાઓને લેટેસ્ટ ટેક્નોલોજીની મદદ પણ મળી રહે છે. તેમને તક આપવા નવી નવી કંપનીઓ પણ તૈયાર હોય છે. હું જા કે કોઇ એક કંપની સાથે બંધાયેલો કલાકાર નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





