તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડા થતા દક્ષિણ ગુજરાત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયું

0
9

વલસાડમાં ૮, નવસારીમાં ૧૦, સુરતમાં ૧૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૨૯
જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે સમગ્ર ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડીના પગલે સમગ્રરાજ્યમાં શીતલહેર છવાઈ છે. દક્ષિણ ગુજરાત આજે સતત ચોથા દિવસે ઠંડીમાં ઠુંઠવાઈ રહ્નાં છે. તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ગગડવાની સાથે આગામી બે દિવસ સુધી ઠંડા પવનની ગતિ વધે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૬.૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૨.૫ ડિગ્રી નોંધાયું છે. તરોજ ન્યુનત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં સવારથી જ ઉત્તર પૂર્વ દિશાથી કલાકના સરેરાશ ૧૦ થી ૧૫ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાઈ રહ્ના છે. ઠંડા પવન ફૂંકાવાની સાથે શહેરીજનોને દિવસ દરમિયાન પણ ફુલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૦.૫ ડિગ્રી નોîધાયું છે જે ગતરોજ ૧૧.૧ ડિગ્રી નોંધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતીમ માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન તાપમાન ૮.૬ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૯.૧ ડિગ્રી નોંધાયું હતું.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે ઠંડીનો ચમકારો વધ્યો છે. શહેરીજનોને શીતલહેરના લીધે દિવસ દરમિયાન પણ ઠંડીનો ચમત્કારો અનુભવાઈ રહ્ના છે. હવામાન વિભાગના સૂત્રો દ્વારા વધુમાં આગાહી કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી ૨ દિવસ સુધી પવનની ગતિ વધશે – ઉત્તર – પૂર્વ દિશાથી કલાકના ૩૫ થી ૪૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આમ આગામી બે દિવસ શીતલહેરની અસર વધુ વર્તાશે અને લોકોને ઠંડી તેમજ શીતલહેરથી બચવા માટે પૂરતા પ્રયાસો કરવા હવામાન વ્ભિગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY