આઈએએફ પાયલોટની બાયોપિક માટે જાહ્નવી કપૂર વજન વધારશે

0
9

મુંબઈ,તા.૩૦
જાહ્નવી કપૂરે ૨૦૧૮માં ધડક ફિલ્મથી બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. પ્રથમ ફિલ્મથી તે ઈન્ડસ્ટ્રીમાં છવાઇ ગઈ છે. આ દિવસોમાં તે ઈન્ડિન એરફોર્મની પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં વ્યસ્ત છે. તેની પાસે કરણ જાહરની મલ્ટીસ્ટારર મૂવી તખ્ત પણ છે. જેના શૂટિંગમાં હજુ વાર છે. તેથી જાહ્નવીનું ધ્યાન ગુંજન સક્સેનાની બાયોપિક પર છે.
તેમાં તે ગુંજન સક્સેનાની ભૂમિકા નિભાવી રહી છે. કેરેક્ટરમાં પોતાના ઢાળવા માટે અભિનેત્રી ખૂબ મહેનત કરી રહી છે. પિંકવિલાના સૂત્રો પ્રમાણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું, જાહ્નવી આ ફિલ્મ માટે વજન વધારી રહી છે. ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી કે માર્ચમાં શરૂ થશે. પાત્રને પોતામાં ઉતારવા માટે જાહ્નવી પોતાનું વજન ૬-૭ કિલો વધારશે. જે અભિનેત્રી માટે ખુબ મુશ્કેલ હશે, કારણ કે તે ફિટનેસ અને ડાઇટ કોન્સિયસ છે.
ઇંસ્ટા પર જાહ્નવી કપૂરના ગુંજન સક્સેનાના ગેટઅપમાં તસ્વીરો વાયરલ થઈ છે. ફોટોમાં અભિનેત્રી પાયલોટના યૂનિફોર્મમાં જાવા મળી રહી છે. ગુંજનની જેમ જાહ્નવીએ પાછળ હેરબન બનાવી રાખ્યું છે. ફર્સ્ટ લુકમાં જાહ્નવી શાનદાર લાગી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY