ઝઘડામાં વચ્ચે પડેલા વ્યકિતને પણ ચપ્પુ મારી દેવાયું
સુરત, તા. ૩૧
રાંદેર-બાપુનગર બોરડી વિસ્તારમાં મોપેડ ચલાવવા બાબતે ઝઘડો થતા જેની અદાવત રાખી ૪ ઈસમોને દંપતી પર ચપ્પુ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ મહારાષ્ટ્ર-માલેગાંવના વતની અને હાલમાં રાંદેર બોરડી વિસ્તારમાં રહેતા મોહિત ઉસ્માન શેખ સાથે ગલીમાં મોપેડ ચલાવવા બાબતે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી આરોપી અપ્પુ ઈરફાન કાલિયો, મોહસીન અપ્પુ, અન્નુ કેસેટ (કોસાડ આવાસ) વિગેરેઓએ મોહિત ઉસ્માન શેખ તથા તેની પત્ની શબાના તથા બચાવવા પડેલાં ઈસ્માઈલ શાયુ શુબશા પર ચાકુ વડે હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. આ સાથે આરોપીઓએ કાર પર લાકડાના ફટકા મારી કાચ તોડી નાખ્યા હતા. રાંદેર પોલીસે આઈપસી-૩૨૩, ૩૨૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




