મુંબઈ,તા.૮
હોનહાર અભિનેતા અર્જુન કપૂરે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ આશુતોષ ગોવારીકરની ‘પાણીપત’નું નવું શિડયુલ શુક્રવારથી શરૂ કરવાના છીએ.
આશુતોષની આ ફિલ્મ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર ફિલ્મ કહી શકાય એવી મહ¥વાકાંક્ષી બનશે એવું સ્ટારકાસ્ટ પરથી જાઇ શકાય છે. અર્જુન કપૂર ઉપરાંત આ ફિલ્મમાં કૃતિ સનોન, સિનિયર અભિનેતા સંજય દત્ત, પદ્મિની કોલ્હાપુરે, રેખા અને અન્ય કલાકારો ચમકી રહ્યાં છે. પાણીપતનું યુદ્ધ ભારતીય ઇતિહાસનું એક મહ¥વનું પ્રકરણ છે.
આ ફિલ્મના પહેલા શિડયુલનું શૂટિંગ થઇ ચુકવ્યું છે. આ વખતે આશુતોષ સમજી વિચારીને કામ કરી રહ્યા છે કારણ કે એમની છેલ્લી ફિલ્મ રિતિક રોશનને ચમકાવતી મોહેં જા દારો બોક્સ આૅફિસ પર પીટાઇ ગઇ હતી અને આશુતોષને જબ્બર આર્થિક નુકસાન થયું હતું.
અર્જુને ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે આ મારી પહેલી ઐતિહાસિક ફિલ્મ છે એટલે હું મારા પાત્રને ન્યાય આપવા સખત મહેનત કરી રહ્યો છું. ઇતિહાસમાં જે રીતે સદાશિવ રાવ ભાઉનું આલેખન છે એ રીતે સદાશિવ રાવને રજૂ કરવા હું કટિબદ્ધ થયો છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




