નર્મદા જીલ્લા જેવા પછાત જિલ્લામાં પણ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરતો યુવાન લોકો માટે પ્રેરણારૂપ  

0
91

રાજપીપળાનો શિક્ષિત યુવાન નાના ગલ્લા પર પણ ઓનલાઇન સિસ્ટમથી ડીઝીટલ ઇન્ડિયાના પાઠ ભણાવી રહ્યોછે 

મોટી મોટી દુકાનો અને વેપારીઓ માટે એક શીખ સમાન આ યુવાન ગ્રાહક પાંચ રૂપિયાનું પડીકું લે તો પણ ઓનલાઇન રૂપિયા લે છે 

કોઈપણ વ્યક્તિ માત્ર આધારકાર્ડ આપે અને બેન્કનું નામ આપે એટલે પોતાની પાસે છુટા કે રોકડા ના હોય તોય બેંક મારફતે ટ્રાન્જેક્શન કરી લે છે. 

રાજપીપળા : નર્મદા જિલ્લા જેવા નાનકડા અને અતિ પછાત અને આદિવાસી જિલ્લો છે, જ્યાં 500 ગામો માંથી 139 ગામો કનેકટીવીટી વગરના ગામો છે ત્યારે આ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ પણ માત્ર 35 ટકા છે સરકાર ડીઝીટલ ઇન્ડિયાની વાતો કરે છે અને ઓનલાઇન બેન્કિંગ માટે મોટા મોટા સેમિનારો ચલાવે છે ત્યારે રાજપીપળા એસ.ટી ડેપો સામે આવેલ એક સામાન્ય પાન પડીકા વેચી ગુજરાન ચલાવતો અઝરુદીન પઠાણ પોતે ડીઝીટલ થી પ્રેરાઈને પોતે ડીઝીટલ ધંધો કરે છે અને મોટે ભાગે ઓનલાઇન ખરીદ વેચાણ કરે છે.

જયારે ઓનલાઇન બેંકિંગ માટે ફરજ પાડવામાં આવી ત્યારે રાજપીપળાના સીંધીવાડ માં રહેતો અને એસ.ટી.બસ સ્ટેન્ડની સામે ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતો અઝરૂદ્દીન પઠાણ એક ઓ.એસ મશીન બેન્ક પાસેથી લાવ્યો એ બેંકમાં ખાતું ખોલાવ્યું અને જેાંથી તામ ્જેકશન કરવા લાગ્યો, જયારે પણ પોતાના ગલ્લામાં સામાન લેતો કે કોઈ અન્ય સામાન વેચવા લાવતો તો ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ આપતો અને સામે જયારે ગલ્લા પર વેચવા બેસતો ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે 5,10, 12, 15 રૂપિયાની કોઈ પણ વસ્તુ ખરીદે ત્યારે આ મશીનમાં અંગુઠાની ફિંગર પ્રિન્ટ પાડી સોફ્ટવેરમાં જેનો આધારકાર્ડ નંબર નાખી બેન્ક નંબર નાખે એટલે ગ્રાહકના ખાતામાં માંથી આ વેપારી યુવાનના ખાતામાં રૂપિયા જમા થઇ જાય માત્ર એક મિનિટમાં ટ્રાન્જેક્શન થઇ જાય આવા અનેક ટ્રાન્જેક્શન આ યુવાન કરતો જેનાથી ના છુટ્ટા પૈસાની ઝંઝન્ટ ના લેવડ દેવળની ત્યારે આ ખરેખર ડિજિટલ યુગનો વેપારી કહેવાય

આ બાબતે અઝરૂદ્દીને જણાવ્યું કે હું વિકાસશીલ ભારતથી પ્રભાવિત છું વિદેશ જેમ કામગીરી કરે છે એવું મારા ભારતમાં થવું જોઈએ પણ મારી દુકાને ગરીબ ગ્રાહકો વધુ આવતા હોય છે છુટ્ટા ની ઘણી હાડમારી અને ગરીબ વર્ગ બેંકોથી બહુ ગભરાય જેથી તેમને શીખવાડવા,ઓનલાઇન ટ્રાન્જેક્શન ખબર પાડવા આ સિસ્ટમ લાવી આજે તમામ ખરીદી હું ઓનલાઇન કરું છું દિવસ માં 90 વ્યવહાર હું ઓનલાઇન કરું છું બાકી આધાર કાર્ડ ના હોય કે બેંકમાં ખાતું ના હોય તોજ રોકડા લવ બાકી કેશ વ્યવહાર કરતો નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY