ગોંડલ,તા.૧૭
ગોંડલની મોટી બજાર બાવા બારી શેરી ખાતે હિરેન સુરેશભાઈ છાંટબાર નામના યુવકની અજાણ્યા શખ્સોએ છરીના ઘા મારી હત્યા કરી દેતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.
હિરેન છાંટબાર રાજકોટ ખાતે બંગાળી બનાવવાનું કારખાનું ધરાવતા હતા. ગોંડલના જેતપુર રોડ પર રહેણાંક ધરાવતા હોવાનું જણાવ્યું હતું. બાવબારી શેરીના કોર્નરની દુકાન પર સીસીટીવી કેમેરા હોય સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. દુકાનદારે પ્રથમ સીસીટીવી કેમેરા અને ડીવીઆર કાઢી નાખ્યું હોય પોલીસે લાલ આંખ કરતા કેમેરા અને ડીવીઆર મગાવી આપ્યું હતું.
યુવાન બહોળો મિત્ર વર્ગ ધરાવતા હોય ઘટનાને પગલે યુવાનોના ટોળા એકઠા થઇ જાવા પામ્યા હતા. યુવાન બે ભાઈઓમાં નાના હતા અને સંતાનોમાં બે દીકરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બનાવના પગલે ગોંડલમાં માહોલ ગરમાવા પામ્યો હતો, હત્યારાઓને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




