કુપવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર

0
92

શ્રીનગર,
તા.૨૧/૦૩/૨૦૧૮

જમ્મૂ-કાશ્મીરનાં કુપવાડામાં ભારતીય જવાનોને એક મોટી સફળતા હાથ લાગી છે. કુપવાડામાં આતંકીઓ સાથે થયેલી અથડામણમાં સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. જા કે હાલમાં પણ સેનાનાં જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે હજી પણ ત્યાં ૨-૩ આતંકવાદીઓ છૂપાયેલ છે. સેનાને શંકા છે કે હજી પણ ત્યાં આતંકવાદીઓ છુપાયેલા છે અને તે કોઈ ને કોઈ ઘટનાને અંજામ આપી શકે છે.

આ પહેલા મંગળવારે જ જમ્મૂ કાશ્મીરનાં કુપવાડા જિલ્લામાં જવાનો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યાં હતાં. કુપવાડા જિલ્લાનાં આરામપોરા વિસ્તારમાં એક સર્ચ અભિયાનમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હતાં. આ સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે. સેનાનાં એક અધિકારીઓ એ જણાવ્યું કે આરાપમોરા વિસ્તારમાં સેનાનાં જવાનોએ આતંકીઓ પર ગાળીબાર પણ કર્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY