રાજ ઠાકેરની ચીમકી બાદ ટી-સીરિઝે પાક. ગાયકોના ગીતો YOUTUBE પરથી હટાવ્યા

0
6

મુંબઇ,તા.૧૭
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા જેને લીધે સમગ્ર દેશમાં રોષ જાવા મળ્યો હતો. મુંબઇમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ મ્યુઝિક કંપનીઓને પાકિસ્તાની ગીતકારો સાથે કામ ના કરવા જણાવ્યું હતું. આ સાથે જ મનસેએ ટી-સીરિઝને ચેતવણી આપી હતી કે, કંપની પાકિસ્તાની ગીતકારોના ગીતો યુ-ટ્યુબ પરથી હટાવી દે.
મનસેના ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું હતું કે, અમે ભારતીય સંગીત કંપનીઓ જેવી કે ટી-સીરિઝ, સોની મ્યુઝિક, વીનસ, ટિપ્સ મ્યુઝિક કંપનીઓને પાકિસ્તાની ગીતકારોની સાથે કામ ના કરવા જણાવ્યું છે. જા આ કંપનીઓ આવું નહી કરે તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું.
ખોપકરે દાવો કર્યો છે કે, ટી-સીરિઝે પાકિસ્તાની ગીતકારોના ગીતો અમારી ચેતાવણી બાદ યુ-ટ્યુબ પરથી હટાવી દીધા હતા. અગાઉ ૨૦૧૬માં ઉરી હુમલા બાદ રાજ ઠાકરેએ ભારતમાં કામ કરી રહેલા તમામ પાકિસ્તાની કલાકારોને દેશ છોડવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY