મુંબઇ,તા.૨૨
નેક્સ્ટ જનરેશન સ્ટાર ગણાતા ત્રણ કલાકારો એવા છે જેમની પાસે સંખ્યાબંધ ફિલ્મો છે અને દરેકને શૂટિંગ માટે તારીખો ફાળવવા આ ત્રણે મથી રહ્યાં છે.
યસ, આ વાત સુશાંત સિંઘ રાજપૂત, દિશા પટની અને આદિત્ય રોય કપૂરની છે. કેદારનાથ અને ઊરી જેવી ફિલ્મો હિટ નીવડતાં સુશાંતને એક સાથે ડઝનબંધ ફિલ્મોની આૅફર મળી હતી. એણે એમાંથી પોતાને અનુકૂળ આવે એવી પાંચ ફિલ્મો પસંદ કરી હતી. સોનચિડિયા સહિત એ કુલ પાંચ ફિલ્મો અત્યારે કરી રહ્યો છે. અન્ય ફિલ્મોમાં છિછોરે, ડ્રાઇવ, રાયફલ મેન અને દિલ બેચારાનો સમાવેશ થાય છે.
એ જ રીતે બાગી ટુ હિટ નીવડયા બાદ દિશા પટનીને પણ સુપર સ્ટાર સલમાન ખાનની ભારત ફિલ્મ મળી હતી. જો કે ભારતમાં એ સલમાનની બહેનનો રોલ કરી રહી છે. આ ફિલ્મ ઇદ પર રજૂ થવાની છે.
દરમિયાન, એને આદિત્ય રોય કપૂર સાથે એક અને કાર્તિક આર્યન સાથે એક એમ બીજી બે ફિલ્મો પણ મળી હતી. એ જ રીતે આદિત્ય રોય કપૂર પણ અત્યારે સતત દોડાદોડ કરી રહ્યો છે. એને મોટે ભાગે મલ્ટિ સ્ટાર ફિલ્મો વધુ મળી છે. કરણ જોહરની કલંક, મહેશ ભટ્ટની સડક ટુ, અનુરાગ બસુ અને મોહિત સૂરી બંનેની એક એક અનટાઇટલ્ડ ફિલ્મો એ કરી રહ્યો છે. આમ આ ત્રણ યુવાન કલાકારો વચ્ચે અત્યારે તેર ફિલ્મો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



