૧૯ વર્ષ બાદ સલમાન અને ભણસાલી સાથે કામ કરશે

0
9

મુંબઈ,તા.૨૩
બોલીવુડના ફિલ્મોના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. ૧૯ વર્ષ પછી બોલીવુડના નિર્માતા સંજય લીલા ભંસાલીએ સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવાનું વિચારી લીધું છે. હાલ એવું જાણવા મળી રહ્યું છે કે, સંજય લીલા ભંસાલી સલમાન ખાન સાથે એક લવ સ્ટોરી ફિલ્મ કરશે, જેનું સંભવિત નામ ‘ઈશાલાહ’ હોઈ શકે છે. જે વર્ષ ૨૦૨૦ની ઇદ પર રિલીઝ થઇ શકે છે.
બન્ને ખાનો એક મોટા ફિલ્મ પ્રોજેક્ટમાં સાથે આવવાની તૈયારીમાં છે. ફિલ્મફેયરના એક રિપોર્ટ પ્રમાણે, સંજય લીલા ભંસાલી બન્ને અભિનેતાઓને ધ્યાનમાં રાખતા એક ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.
આ અહેવાલની પુષ્ટિ કરતા ભંસાલી પ્રોડક્શનના સીઇઓ પુનાસિંહે કહ્યું કે, સાચી વાત છે કે સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી ૧૯ વર્ષ પછી પાછો એક સેટ પર ભેગા થવા જઇ રહ્યા છે. તેમના આ વિચારથી બોલીવુડમાં સંજય લીલા ભંસાલી અને સલમાન વચ્ચેની ખોટી વાતોનો અંત આવી જશે.
લોકપ્રિય ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ ૧૨’ ના લોન્ચ વખતે સલમાને સંજય લીલા બંસાલી સાથે ફિલ્મ કરવાની વાતને સમર્થન આપ્યું હતું. સલમાને ખુદ કબલ્યું હતું કે, હા હુ સંજયની ફિલ્મ કરી રહ્યો છું. સલમાને તે વખતે હડવાશના મૂડમાં કહ્યું હતું કે, હું ફિલ્મ વિશે કંઇ વધારે જાણતો નથી. ફક્ત તેના વિશે એક લાઇનર સાંભળ્યું છે. પરંતુ સંજય મારા કોલનો જવાબ આપી રહ્યા નથી. મહેરબાની કરીને તેમને મારી સાથે વાત કરવા પૂછો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY