બોલો….મુંબઈમાં દરરોજ આઠ વાહન ચોરાય છે

0
8

મુંબઇ,તા.૨૫
મહાનગરમાં વાહનચોરીના બનાવ દિવસે દિવસે વધી રહ્યા હોઇ મુંબઇમાં દરરોજ સરેરાશ આઠ વાહન ચોરાય છે, જેમાં ટૂ-વ્હિલર અને કારનો સમાવેશ છે. કિયારેક ડુપ્લિકેટ ચાવી વાપરી, કિયારેક સ્ક્રૂ ડ્રાઇવરથી કાચ નીચે ઉતારીને, કિયારેક ડ્રાઇવરને વાતોમાં પરોવી રાખી વાહનો ચોરવામાં આવે છે. હવે તો આૅટોમેટિક લાક પણ આસાનીથી તોડી વાહન ચોરવામાં આવતા હોવાનું પોલીસ અધિકારી જણાવે છે.
મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાલમાં જ વાહન ચોરનાટી ટોળકીને પકડી પાડી હતી. આ ટોળકી રસ્તા પર પાર્ક કરાયેલાં ટ્રક અને ટ્રેલર ચોરીને અન્ય રાજ્યમાં વેચી મારતી હતી. એ અગાઉ ટૂ-વ્હિલર ચોર્યા બાદ તેના પાટ્‌ર્સ વેચનારા ચાર જણને ચેમ્બુર પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી અનેક ટૂ-વ્હિલર જપ્ત કરવામાં આવ્યાં હતાં. વાહનચોરને પકડી પાડ્યા બાદ તેમની પૂછપરછમાં ગુનાની માહિતી મળે છે. જાકે આ ગુના રોકવા જાઇએ એવો યશ મળતો ન હોવાનું પોલીસનું કહેવું છે.
વાહનચોરીના ગુના ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ કાર્યરત હતું, પણ ગયા વર્ષે આ યુનિટ બંધ કરીને તેમાંના અધિકારી-કર્મચારીઓની અન્યત્ર નિયુÂક્ત કરવામાં આવી. આને કારણે વાહન ચોરનારી ટોળકી, તેમની ગુનો આચરવાની પદ્ધતિ, ટોળકીમાંના સભ્યોની હિલચાલ પર નજર રાખવાનું મુશ્કેલ થઇ ગયું છે. મુંબઈમાં વર્ષ ૨૦૧૫માં ૩,૩૧૧ વાહન ચોરાયાં હતાં, જેમાંથી ૮૪૦ વાહન મળી આવ્યાં હતાં. ૨૦૧૬માં ચોરાયેલાં ૩,૧૧૮ વાહનમાંથી ૮૬૧ વાહન મળ્યાં હતાં. ૨૦૧૭માં ૩,૦૧૨માંથી ૯૩૬, ૨૦૧૮માં ૩,૨૦૩માંથી ૧,૩૩૧ મળી આવ્યાં હતાં. ૨૦૧૯માં પહેલા મહિનામાં ૨૧૫ વાહન ચોરાયાં હતા, જેમાંથી માત્ર ૪૩ વાહન મળી આવ્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY