હું ઈન્ડસ્ટ્રીને સાફ અને મહિલાઓ માટે સન્માનજનક જાવાનું પસંદ કરીશ : એ.આર.રહેમાન

0
26

મુંબઈ,તા.૨૩
#MeToo અભિયાનની શરૂઆત થઇ તો ઘણી મહિલાઓએ તેમની આપવીતી સંભળાવી. બોલિવૂડની ગલીઓમાંથી પણ આવી ઘટનાઓ ખુબ સામે આવી તો કેટલાંયે મોટા નામ સવાલનાં ઘેરમાં આવી ગયા. કેટલાંક સેલિબ્રિટીઝ પીડિત મહિલાઓનાં પક્ષમાં આવ્યા તો કેટલાંકે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો. આખી ઇન્ડસ્ટ્રી આ કેમ્પેઇનને લઇને બે ભાગમાં વહેચાઇ ગઇ. આ વચ્ચે મ્યૂઝિકનાં માસ્ટર એ.આર. રહેમાને ટિવટ કરીને પોતાનો મત જણાવ્યો.
રહેમાને તેમની ટિવટમાં લખ્યું કે, ગત કેટલાંક દિવસોથી MeToo અભિયાનને જાઇ રહ્યો છું. કેટલાંક નામો સામે આવવાથી હુ પોતે વિચલિત થઇ ગયો છું. પછી તે પીડિત હોય કે દોષીત. હું મારી ઇન્ડસ્ટ્રીને સાફ અને મહિલાઓ માટે સન્માનજનક જાવાનું પસંદ કરીશ. ભગવાન આગળ આવીને પોતાની આપવિતી સંભળાવનાર મહિલાઓને વધુ તાકાત આપે.
મહિલાઓ માટે સુરક્ષિત માહોલ બનાવવાનું ધ્યેય રાખનારી તેમની કંપની વિશે વાત કરતાં રહેમાને લખ્યું કે, મારા દરેક કામમાં હું અને મારી ટીમમાં સુનિશ્ચિત કરીયે છીએ કે, તમામે તેમનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપવા વધુ સારી ક્રિએટિવ સ્પેસ મળે. તેથી તમામ આગળ આવીને સફળતા મેળવી શકે.
સોશિયલ મીડિયા પીડિતોને બોલવાની આઝાદી આપે છે. અમે આ નવી ઇન્ટરનેટ ન્યાય વ્યવસ્થા બનાવવામાં સતર્કતા વર્તવી જાઇએ. એ આર રહેમાનનાં મતે આ માધ્યમનો ખોટી રીતે ઉપયોગ થઇ શકે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY