આધારકાર્ડ વગર લોકો ઈ-રિટર્ન દાખલ કરી શકે ઃ દિલ્હી હાઈકોર્ટ

0
106

ન્યુદિલ્હી,તા.૨૫
આધાર નહી હોવાને કારણે પોતાનું આવકવેરા રિટર્ન દાખલ નહી કરી શકનારા લોકો માટે રાહતભર્યા સમાચાર છે. દિલ્હી હાઈકોર્ટે આવકવેરા વિભાગને પોતાના પોર્ટલ પર એક એવો વિકલ્પ આપવાનો આદેશ આપ્યો છે જેથી આધાર વગર પણ લોકો પોતાનું ઈ-રિટર્ન દાખલ કરી શકે. આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ ૩૧ જૂલાઈ છે.
જસ્ટિસ એસ.રવીન્દ્ર ભટ અને એ.કે.ચાવલાની પીઠે વકીલ જયશ્રી સતપુતે અને શ્રેયા સેનની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં કહેવાયું હતું કે રિટર્ન દાખલ કરવા માટે આધાર અનિવાર્ય છે કે નહી તે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડીગ છે. આવામાં આવકવેરા વિભાગ રિટર્ન દાખલ કરવા માટે આધાર અનિવાર્ય ન કરી શકે.
વકીલે પીઠને જણાવ્યું કે આદાર વગર તેઓ પોતાનું રિટર્ન એટલા માટે દાખલ નથી કરી શકતા કેમ કે આવકવેરા વિભાગે કોઈ વિકલ્પ જ આપ્યો નથી. તેમણે આ પગલાને મનસ્વી ગણાવતાં તેને રદ કરવાની માગ કરી છે. ત્યારબાદ પીઠે આવકવેરા વિભાગને પોર્ટલ પર એક એવો વિકલ્પ આપવાનો આદેશ આપ્યો છે જેથી આધાર વગર પણ લોકો ઈ-રિટર્ન દાખલ કરી શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY