નવી દિલ્હી,તા. ૨૬
લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જા કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં. સુપ્રીમ કહ્યુ હતુ કે સીબીએસઇ, નીટ, યુજીસ માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલમાં પ્રવેશ મેળવી લેવા માટે આધાર જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને રદ કરી દીધી છે. સુપ્રીમના ચુકાદા બાદ હવે ક્યાં ક્યાં જરૂરી છે આધાર અને ક્યાં જરૂરી નથી તે નીચે મુજબ છે.
આધાર ક્યાં જરૂરી છે
¨ પેન કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી રહી છે
¨ આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે પણ આધાર કાર્ડ જરૂરી રહેશે
¨ સરકારની લાભકારી યોજનાઓ અને સબસિડીનો લાભ લેવા માટે આધાર જરૂરી રહેશે
આધાર ક્યાં જરૂરી નથી
¨ મોબાઇલ સિમ માટે કંપની આધાર કાર્ડ માંગી શકે નહીં
¨ બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર નંબરની માંગ કરી શકાય નહીં
¨ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે આધાર નંબરની માંગ કરી શકાશે નહીં
¨ સીબીએસઈ, નીટ અને યુજીસીની પરીક્ષા માટે પણ આધાર જરૂરી રહેશે નહીં. હજુ સુધી આધારની માંગ કરવામાં આવતી હતી
¨ સીબીએસઈ, બોર્ડ પરીક્ષામાં સામેલ થવા આધારની માંગ કરી શકાય નહીં
¨ ૧૪વર્ષથી ઓછી વયના બાળકો પાસે આધાર નહીં હોવા પર કેન્દ્ર અને રાજ્ય દ્વારા અપાતી સેવાથી વંચિત રાખી શકાય નહીં
¨ ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ, પ્રાઇવેટ બેંક અને અન્ય પ્રકારની સંસ્થાઓ આધારની માંગ કરી ન શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



