નવી દિલ્હી,તા.૨૬
લાંબા સમય સુધી ચર્ચાના વિષય તરીકે રહેલા આધાર કાર્ડની કાયદેસરતાને લઇને સુપ્રીમ કોર્ટે આજે ઐતહાસિક ચુકાદો આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા આધારની બંધારણીય કાયદેસરતાને જાળવી રાખી હતી. જા કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ લાગી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારને રાહત થઇ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યુ છે કે સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોર્ટની મંજુરી વગર કો અન્ય એજન્સીને શેયર કરી શકશે નહીં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં શુ કહ્યુ તે નીચે મુજબ છે
¨ આધાર કાર્ડ બિલકુલ સુરક્ષિત હોવાની સુપ્રીમ કોર્ટે આખરે કબુલાત કરી
¨ આધાર કાર્ડની બંધારણીય કાયદેસરતાને સુપ્રીમ કોર્ટે જાળવી રાખી
¨ સીબીએસઇ, નીટ અને યુજીસી માટે આધાર જરૂરી છે પરંતુ સ્કુલ પ્રવેશ મેળવી લેવા માટે આધાર કાર્ડની જરૂર નથી
¨ આધાર એક્ટની કલમ ૫૭ રદ કરવામાં આવી છે જેથી ખાનગી કંપનીઓ હવે આધારની માંગ કરી શકશે નહી
¨ સરકાર બાયોમેટ્રિક ડેટાને રાષ્ટ્રીય સુરક્ષાના નામ પર કોઇની મંજુરી વગર કોઇ અન્ય એજન્સીને આપી શકશે નહી
¨ આધાર કાર્ડના કારણે સમાજના વંચિત લોકોને મજબુતી મળી છે તેમને એક ઓળખ મળી ગઇ છે
¨ આધાર કાર્ડ બિલકુલ સુરક્ષિત છે અને ગરીબો માટે આદર્શ છે
¨ આધારના ડુપ્લીકેટને લઇને કોઇ પણ પ્રકારનો ખતરો રહેલો નથી
¨ આધાર કાર્ડના સંબંધમાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલીક ખાસ શરત મુકી દેવામાં આવી
¨ આધાર ડેટાના રક્ષણ માટે સરકાર કાનુન બનાવે તે જરૂરી છે
¨ આધાર કાર્ડ અને ઓળખપત્ર વચ્ચે ખુબ મૌલિક અંતર છે. આને સમજવાની જરૂર રહે છે
¨ સ્કુલોમાં પ્રવેશ મેળવવા માટે આધાર જરૂરી નથી પરંતુ અન્યોમાં આધાર જરૂરી છે
¨ કોઇપણ મોબાઇલ કંપની આધાર કાર્ડની ડિમાન્ડ કરી શકે નહીં
¨ આધાર ડેટાને છ મહિનાથી વધારે સમય સુધી સ્ટોર કરી શકાય નહીં. પાંચ વર્ષ સુધી ડેટા રાખવાની બાબત બેડ ઇન લો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




