ભોપાલ,તા.૧૬
મધ્યપ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, કોંગ્રેસની ચાર પેઢીઓએ જે કામ નથી કર્યું તે કામ અમે ચાર વર્ષમાં કરી બતાવ્યું છે. હવે મુકાબલો થઇ જાય કે, કોંગ્રેસની ચાર પેઢી કામ વધારે કર્યું છે કે ચાર વર્ષમાં ભાજપે કર્યું છે.
ચૂંટણી સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, અમારે મધ્યપ્રદેશને સોનેરી ભવિષ્ય આપવું છે. આપણે તે નક્કી કરવાનું છે કે, મધ્યરપ્રદેશ ભવિષ્યમાં કઇ તરફ જાય. આજે મધ્યપ્રદેશનો જે વિકાસ દેખાય રહ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના કારણે થયો છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન હોવાના નાતે તમે મને કામનો હિસાબ માંગી શકો છો. તેવી જ રીતે કોંગ્રેસની ચાર પેઢીઓ પાસેથી હિસાબ માંગવો જાઇએ. કોંગ્રેસના મુખમાં રામ બગલમાં છૂરી વાળો હિસાબ છે. જા તેઓ કહે કે તમે રોડ બનાવ્યા તો તેમને પણ પુછો કે તમારી ચાર પેઢીઓ કિયા રોડ બનાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના શાસનને લઇને કહ્યું કે, પહેલા મીડિયાનું આટલું કવરેજ નહોતું અને ના તો સોશિયલ મીડિયાનું ત્યારે કોંગ્રેસ લોકોને ખોટું પીરસતી હતી અને લોકો સાચૂં માની લેતા હતા, હવે સમય બદલાય ગયો છે. હવે સત્ય દરેકની સામે છે કે કામ કોણે કર્યું છે. તેમને ખોટું બોલવાની આદત છે. તે એટલું ખોટું બોલે છે કે રાતમાં સૂતી વખતે પણ ખોટું બડબડે છે.
ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશ અને છત્તીગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ છે ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસને આડેહાથ લીધી હતી જ્યારે પોતાની સરકારે રાજ્યમાં કરેલી સિદ્ધીઓ વર્ણવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




