અંધારાનો લાભ લઈને બુટલેગર ભાગી છૂટયો
સુરત, તા.૧
કામરેજ-સેગવા ગામ પાસે આવેલા ખુલ્લા ખેતરમાં પોલીસે દરોડા પાડી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરની કુલ્લે ૫૦૧૬ નંગ બાટલીઓ કિંમત રૂ. ૨.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરનો વોન્ટેડ જાહેર કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કામેજ સેગવા ગામ ખાતે ભુલાભાઈ બહાદુરભાઈ રાઠોડ રહે છે. તેઓ વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરે છે. ગતરોજ સુરત ગ્રામ્ય એલસીબી શાખાના કિરણભાઈ સોમાભાઈ સેગવા ગામના ખુલ્લા ખેતરમાં દરોડા પાડી વગર પાસ પરમીટની ભારતીય બનાવટની ૫૦૧૬ નંગ બોટલ કિંમત રૂ. ૨.૪૦ લાખની કબજે કરી અંધારાનો લાભ લઈ નાસી જનારા ભુલાભાઈ રાઠોડને વોન્ટેડ ઘોષિત કર્યો હતો. પોલીસે પ્રોહીબીશન એકટ મુજબનો ગુનો નોંધી બુટલેગરની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કયા* હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



