ડાંગ જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ કરાઈ

0
6

ટ્રાફિક નિયમનનું પાલન કરવા કલેક્ટરની અપીલ
આહવા, તા.૬
વર્ષ દરમિયાન માર્ગ અકસ્માતથી થતા મૃત્યુદરને ઘટાડવા માટે સૌએ ખૂબ જ સંવેદના સાથે ટ્રાફિક નિયમોનો ચૂસ્તપણે અમલ કરવો જાઇએ તેમ જણાવતા ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી.કે.કુમારે લોક સહયોગ વિના માર્ગ સલામતી શક્ય નથી તેમ જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાં ૩૦માં માર્ગ સલામ સલામતી સપ્તાહનો વઘઇ ખાતેથી પ્રારંભ કરાવતા કલેક્ટર શ્રી કુમારે પેસેન્જર વાહનોમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરોના કરાતા અનઅધિકૃત વહન સહિત સીટ બેલ્ટ, હેલ્મેટ, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ જેવા કેસોને કારણે અકસ્માતનું પ્રમાણ વધી રહ્નાં છે ત્યારે આવા બેજવાબદાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન કયુ* હતું.
ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડે વાહન હંકારતા અને સગીર વયના બાળકોને બિનજવાબદાર રીતે વાહનો સોîપી દેતા વાહન ચાલકો તથા વાલીઓ સામે પણ સખ્ત કાર્યવાહીના સંકેત આપતા કલેક્ટર શ્રી બી.કે.કુમારે માર્ગ અકસ્માતના સુધારેલા નિયમો અનુસાર અમૂલ્ય માનવ જીંદગી બચાવવા માટે કોઇ પણ વ્યક્તિ અકસ્માતનો ભોગ બનનારને ત્વરીત મદદરૂપ થઇ શકે છે તેમ જણાવ્યુ હતુ. આવી સેવાભાવી વ્યક્તિઓને પોલીસની કોઇપણ કનડગતનો સામનો નહીં કરવો પડે તેમ પણ તેમણે વધુમાં ઉમેયુ* હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY