અગરતલા,તા.૨૯
ક્યારેક ક્યારેક શિક્ષકોનો વિદ્યાર્થીઓને શિસ્તમાં રાખવાનો હઠાગ્રહ વિદ્યાર્થીઓ માટે મુસીબત બની જતો હોય છે.
આવા એક કિસ્સામાં ત્રિપુરાની રાજધાની અગરતલામાં આવેલી પ્રાઈવેટ સ્કૂલમાં ભણતા ૧૮ વર્ષના એક વિદ્યાર્થીને શિક્ષકે તેની ગર્લફ્રેન્ડ પાસે રાખડી બંધાવવા માટે મજબૂર કર્યો હતો.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે ૧૮ વર્ષના દિલિપ સહાને અને તેની ગર્લફ્રેન્ડને તેની સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકોએ બોલાવ્યો હતો. સાથે તેના માતા પિતાને પણ સ્કૂલમાં હાજર રખાયા હતા. તેમની હાજરીમાં દિપિલને તેની ગર્લ્સફ્રેન્ડ પાસે રાખડી બંધાવવા માટે ફરજ પડાઈ હતી. જાકે બંનેએ આ માટે ઈનકાર કરી દીધો હતો.
જાકે આ ઘટનાથી વિદ્યાર્થીને એટલુ લાગી આવ્યુ હતુ કે તે સ્કૂલના બીજા માળે ગયો હતો અને ત્યાંથી પડતુ મુક્્યુ હતુ. હાલમાં તે હોસ્પિટલમાં છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલ બહાર પ્રદર્શન કરીને રાખડી બાંધવા માટે ફરજ પાડનાર શિક્ષકો સામે પોલીસ કાર્યવાહીની માગકરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




