ધો.૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અંગેનો સંવાદ પણ યોજાયો
સુરત, તા.૧૯
સુમન હાઇસ્કુલ નં.૧૮ પુણાગામ ખાતે કન્યા કેળવણી અંતર્ગત ૨૬ વિધાર્થીનીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સભ્ય સુરેશભાઈ સુહાગીયા સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને અરુણાબેન ડાવરા ના હસ્તે સાયકલ વિતરણ કરવામાં આવ્યું તે ઉપરાંત ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે કોઈપણ પ્રકારના માનસિક તણાવ કે દબાણ વિના ત્યારી સાથે પરીક્ષા આપવી આ પરીક્ષા જીવની અંતિમ પરીક્ષા નથી અડગ મનોબળથી જીવનમાં કોઈપણ પરીક્ષા પાસ કરી શકાય છે જે વિષય પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



