ગિરિમથક સાપુતારામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શાનદાર ઉજવણી
આહવા, તા.૧૨
ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને દેશવિદેશમાં લોકો ઓળખતા થાય, અને પ્રવાસન પ્રવૃત્તિના માધ્યમથી વિપૂલ માત્રામાં રોજગારીનું સર્જન કરી શકાય તેવા ગુજરાત સરકારના આશયને બિરદાવી, સાપુતારાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીએ ખુલ્લો મુક્યો હતો.
પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રીમતી ચૌધરીએ સાપુતારા ખાતે પધારેલા દેશવિદેશના મહાનુભાવોનું સ્વાગત કરી, રાજ્ય સરકારના ઉત્સવ, ઉજવણીના આવા કાર્યક્રમોને કારણે દેશવિદેશની સંસ્કૃતિનું પરસ્પર આદાનપ્રદાન થઇ રહ્નાં છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અસ્મિતાને આવા કાર્યક્રમોને કારણે દેશવિદેશમાં ખ્યાતિ મળી રહી છે તેમ જણાવતા ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પધારેલા દેશવિદેશના પતંગબાજાના અવનવા કરતબ સહેલાણીઓ તથા સ્થાનિક પ્રજાજનોને જાવા મળશે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું.
કલેક્ટર શ્રી કુમારે સાપુતારા સહિત ડાંગના અન્ય પ્રવાસન સ્થળોની પણ સૌને મુલાકાત લેવાનું આહ્વાન કર્યું હતું. પ્રવાસન પ્રવૃત્તિના વિકાસથી સ્થાનિક રોજગારીનું સર્જન કરી શકાય છે તેમ જણાવતા શ્રી કુમારે રાજ્ય સરકારના પ્રવાસન વિકાસના આયામોનો ખ્યાલ આપ્યો હતો.
ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી બાબુરાવ ચૌર્યાએ પ્રવાસન પ્રવૃત્તિને કારણે અહીં વિસ્તરેલી રોજગારીની તકોનો ખ્યાલ આપી, ડાંગ જિલ્લાના અન્ય દર્શનિય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા પણ સૌને અપીલ કરી હતી.
શરૂઆતમાં સાપુતારા નોટીફાઇડ એરીયા કચેરીના ચીફ ઓફિસર શ્રી કે.પી.ગામીતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અંતે ગુજરાત પ્રવાસન નિગમના મેનેજર શ્રી રાજુભાઇ ભોંસલેએ આભારવિધી આટોપી હતી.
દરમિયાન બ્રાઝિલથી પધારેલા પતંગબાજ શ્રી ગુસ્તાવ એરીકોએ ગુજરાત, ગુજરાતની પ્રજા, અને ગુજરાતી ભોજન સહિત અહીંના પ્રવાસન સ્થળોની મુલાકાત તેમના માટે જીવનભરનું સંભારણું બની રહેશે તેમ તેમનો પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું.
મૂળ ગોધરાના એવા, અને છેલ્લા ર૦ વર્ષ ઉપરાંતથી કેનેડામાં રહેતા બિન નિવાસી ભારતીય શ્રી સી.આર.કાપડીયાએ, ગુજરાતના પ્રવાસન સ્થળોની વિકાસગાથા સાંભળીને તેઓ આ વર્ષે ગિરિમથક સાપુતારા સહિત કચ્છનું સફેદ રણ, અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાતે આવ્યા છે, તેમ એક મુલાકાતમાં જણાવ્યું હતું. શ્રી કાપડીયાએ ગુજરાતના થઇ રહેલા વિકાસ બાબતે ખુશી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનિય છે કે, સાપુતારાના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આર્જેન્ટીનાના-૪, ઓસ્ટ્રેલિયાના-૬, બેલારૂસના-૪, બેલ્જિયમના-૩, બ્રાઝિલના-૩, બલ્ગેરીયાના-૩, કમ્બોડિયાના-૪, કેનેડાના-ર, ચીલીના-૧, ચીનના-૪, કોલમ્બિયાના-પ, ક્રુએશીયાના-૩, કુરાકાઓના-૧, ઇટોનિયાના-ર, અને ફીનલેન્ડના-ર મળી કુલ-૪૭ વિદેશી પતંગબાજાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમની સાથે આંધ્રપ્રદેશના-૪, બિહારના-૩, કર્ણાટકના-૪, મહારાષ્ટ્રના-૬, પિમ બંગાળના-૪, અને રાજસ્થાનના-૪ મળી કુલ-રપ જેટલા દેશી પતંગબાજા પણ જાડાયા હતા. દેશીવિદેશી પતંગબાજાએ અવનવા, આકર્ષક, રંગબેરંગી અને કલાત્મક પતંગો ઉડાડીને, સાપુતારાના ફલકને બહુરંગોથી ભરી દીધુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




