૧૫મી આૅગસ્ટના રોજ જ ભારતને કેમ આઝાદી મળી, ખાસ છે તેનું રહસ્ય

0
30

ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતમાં દર વર્ષે આઝાદીનો જશ્ન ૧૫મી આૅગસ્ટના રોજ મનાવાય છે. સ્વતંત્રતા દિવસ (Indian Independence Day) દેશભરમાં મોટા ઉત્સાહની સાથે મનાવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ પર દર વર્ષે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ઝંડો લહેરાવે છે. ૧૫મી આૅગસ્ટ ૧૯૪૭ના રોજ અંગ્રેજાએ દેશના શાસનની કમાન ભારતીયોને સોંપી દેશને સ્વતંત્ર જાહેર કર્યો હતો. પરંતુ તમને ખબર છે કે ભારતની આઝાદી માટે કેમ આ જ દિવસ પસંદ કરાયો હતો. વાત એમ છે કે લોર્ડ માઉન્ટબેટનને ૩૦મી જૂન ૧૯૪૮ સુધીમાં ભારતની સત્તા ભારતીય લોકોને ટ્રાન્સફર કરવાનો અધિકાર આપ્યો હતો. લોર્ડ માઉન્ટબેટનને ૧૯૪૭ની સાલમાં ભારતના છેલ્લા વાયસરોય તરીકે નિમણૂક કરાયા હતા. માઉન્ટબેટને જ ભારતની આઝાદી માટે ૧૫મી આૅગસ્ટની તારીખ પસંદ કરી હતી.
કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે સી.રાજગોપાલચારીના મંતવ્ય પર માઉન્ટબેટને ભારતની આઝાદી માટે ૧૫ આૅગસ્ટની તારીખ પસંદ કરી. સી.રાજગોપાલચારીએ લાર્ડ માઉન્ટબેટનને કહ્યું હતું કે જા ૩૦મી જૂન ૧૯૪૮ સુધી રાહ જાવામાં આવી તો કોઇ સત્તા બચશે નહીં. એવામાં માઉન્ટબેટને ૧૫ આૅગસ્ટના રોજ ભારતની સ્વતંત્રતા માટે પસંદ કર્યો. ત્યારબાદ બ્રિટિશ હાઉસ ઓફ કોમન્સમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ બિલ ૪ જુલાઇ ૧૯૪૭ના રોજ રજૂ કરાયું. આ બિલમાં ભારતના ભાગલા અને પાકિસ્તાનને બાનાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ બિલ ૧૮ જુલાઇ,૧૯૪૭ના રોજ સ્વીકારાયું હતું અને ૧૪ આૅગસ્ટના રોજ ભાગલા બાદ ૧૫ આૅગસ્ટ ૧૯૪૭ના રોજ અડધી રાત્રે ભારતની આઝાદીની જાહેરાત કરાઈ.
કેટલાંક ઇતિહાસકારોનું માનવું છે કે ૧૫ આૅગસ્ટના રોજ આઝાદીનો દિવસ પસંદ કરવાનો માઉન્ટબેટનનો ખાનગી નિર્ણય હતો. માઉન્ટબેટન લોકોને આ દેખાડવા માંગતા હતા કે બધું તેમના જ નિયંત્રણમાં છે. માઉન્ટબેટન ૧૫મી આૅગસ્ટની તારીખને શુભ માનતા હતા આથી તેમણે ભારતની આઝાદી માટે આ તારીખ પસંદ કરી હતી. ૧૫મી આૅગસ્ટનો દિવસ માઉન્ટબેટનના હિસાબથી શુભ હતો કારણ કે બીજા વિશ્વયુદ્ધ સમયે ૧૫ આૅગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાની આર્મીએ આત્મસમર્પણ કર્યું હતું અને એ સમયે લોર્ડ માઉન્ટબેટન અલાઇડ ફોર્સીસના કમાન્ડર હતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY