સેક્સ માટે સગીરની સંમતિનો કોઈ અર્થ નથીઃ હાઈકોર્ટ

0
15

ભોપાલ,તા.૧૪
એક બાળકીની સાથે થયેલા દુષ્કર્મ કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો પલટતા મધ્યપ્રદેશ હાઈકોર્ટે કહ્યું, સેક્સ માટે સગીરની સંમતિનો કોઈ અર્થ નથી.
મધ્ય પ્રદેશના સિવની જિલ્લામાં ૨૬ એપ્રિલ ૨૦૧૬એ વિશેષ જજે આરોપી સૂરજ પ્રસાદ દેહરિયાને મુક્ત કર્યો હતો. જેના પર બળાત્કારના કેસમાં અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
સેશન્સ કોર્ટે મેડીકલ રિપોર્ટના આધારે સૂરજ પ્રસાદને દોષમુક્ત કરી દીધો હતો. રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિક્ટિમના શરીરમાં કોઈપણ પ્રકારની ઈજાના નિશાન મળ્યા નથી. સાથે જ એ વાત પર ધ્યાન આપવામાં આવ્યુ કે ઘટના સમયે પીડિતાને કોઈ મુશ્કેલી હોય તેવુ પણ નોંધાવ્યુ નથી. અંગત સંમતિથી કરવામાં આવેલા સેક્સ સહિત અન્ય કેટલાક તથ્યોને આધાર માનતા લોઅર કોર્ટે ચુકાદો આપી દીધો હતો.
કેસમાં સરકાર દ્વારા પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવેલી અને ડિવિઝન બેન્ચના મુખ્ય જજ હેમંત ગુપ્તા સહિત જસ્ટિસ વીકે શુક્લાએ સેશન્સ કોર્ટના આ ચુકાદાને દરકિનાર કર્યા છે. સ્કુલ એડમિશન રજિસ્ટર અને રેડિયોલોજિકલ એક્ઝામિનેશન અનુસાર યુવતી ૧૪ વર્ષથી ઓછી ઉંમરની હતી.
આ વાત વિશે જજાએ ધ્યાન આપ્યુ અને કહ્યું કે જા સંમતિ આપી દે છે તો આને કોન્સેન્શુઅલ સેક્સના રૂપમાં જાઈ શકાય છે. જજના કહેવા અનુસાર આવા પીડિતોને જાતા સંમતિનો કોઈ અર્થ નથી. તેથી કલમ ૩૭૬ અનુસાર ગુનો કરવામાં આવ્યો છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY