મુંબઈ,તા.૨૨
ફિલ્મ સર્જકો પોતપોતાની ફિલ્મોના પ્રમોશન માટે જાતજાતના પ્રયોગો કરતા હોય છે. એવો એક પ્રયોગ અત્યંત વલ્ગર જણાતાં મુંબઇ પોલીસે આ ફિલ્મના પીઆરઓની ધરપકડ કરી હોવાની માહિતી મળી હતી.
મુંબઇના અંધેરી જાગેશ્વરી જંક્શન પર આવેલા આદર્શ નગર વિસ્તારના એક જંક્શન પર લોકોએ એક લાશ લટકતી જાઇ. તરત ચોમેર હો હા મચી ગઇ. કોઇએ પોલીસને ફોન કરતાં તરત સાઇરન ચીખતી પોલીસ વાન આવી અને આ લાશ કોની છે એની તપાસ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ તો ધ ડાર્ક સાઇડ આૅફ લાઇફ- મુંબઇ સિટિ નામની ફિલ્મના પ્રમોશન માટે લટકાવાયેલું લાશ જેવું દેખાતું એક પોટલું હતું. આ એક પબ્લિસિટી સ્ટંટ હતો. જા કે પોલીસે આ સ્ટંટ લાઇટલી લીધો નહોતો.
જા કે પોલીસે તરત આ ફિલ્મના પીઆરઓ નગમા ખાનની ધરપકડ કરી હતી અને કહ્યું હતું કે તમે શહેરની શાંતિ ડહોળાઇ જાય એવું પગલું ભર્યું છે. આ રીતે કોઇ ફિલ્મનું પ્રમોશન થઇ શકે નહીં. યોગાનુયોગે આ ફિલ્મથી સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે ડેબ્યુ કર્યું છે. એ પહેલીવાર કેમેરા સામે આવ્યા છે અને આ ફિલ્મમાં એક નાનકડો રોલ કર્યો છે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ છે. ફિલ્મના ડાયરેક્ટર તારિક ખાને એવો દાવો કર્યો હતો કે આ તો મુંબઇમાં વધી રહેલી સુસાઇડ (આપઘાત)ની ઘટનાઓ અંગે લોકોનું ધ્યાન ખેંચવાનો અમારો પ્રયાસ હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




