મા અને બહેને કરી હતી પરત ફરવાની અપીલ
શ્રીનગર,તા.૨૬
જમ્મુ કાશ્મીરમાં સેનાએ આતંકી સંગઠનમાં ૪ મહિના પહેલા જાડાયેલા યુવકને જીવિત પકડીને તેના પરિવારને કરેલો વાયદો નિભાવ્યો. રવિવાર સાંજે સેનાને સૂચના મળી હતી કે, પુલવામા જિલ્લાના અવંતિપોરમાં બે આતંકી છુપાયા છે. તેમાં એક સ્થાનિક યુવક અને બીજા જૈશ-એ મોહમ્મદથી જાડાયેલ પાકિસ્તાની હતો. અથડામણમાં સેનાએ પાકિસ્તાની આતંકીને ઠાર કરી દીધો અને સ્થાનિક આતંકી સોહેલને જીવિત પકડી પાડ્યો.
લેફ્ટનન્ટ કર્નલ સમર રાઘવે જણાવ્યું કે, સોહેલ ૪ મહિના પહેલા આતંકી સંગઠન સાથે જાડાયેલ હતો. તેમની મા અને બહેને તને ઘરે પરત ફરવાની અપીલ કરવતા હતા. આ દરમિયાન સેનાએ પરિવારને વાયદો કર્યો હતો કે તેને જીવિત પકડશે, ગોળી નહીં ચલાવે. સેના અને આતંકી વચ્ચે થયેલી અથડામણ દરમિયાન સોહેલ અને તેના સાથીઓએ સેના પર ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં સેનાએ સંયમ રાખ્યો અને સોહેલને જીવિત પકડી લીઘો.
લેફ્ટનન્ટ કર્નલે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી તેની કાર્યવાહીઓ પર નજર રાખવામાં આવી રહી હતી અને બિજનારી વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી. આ દરમિયાન જૈશ-એ-મોહમ્મદના કેટલાક ગ્રાઉન્ડ વર્કરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન જ પાકિસ્તાની આતંકી અને સોહેલની લોકેશનની જાણ થઇ હતી. સેનાએ સોહેલને પોલીસના હવાલે કરી દીધો છે. આતંકીઓ પાસેથી એકે-૪૭, રાઇફલ, ત્રણ આતંકી, ૨ ગ્રેનેડ, ૧ પિસ્તોલ, અને ૨ મેગેજીન મળ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







